• Home
  • News
  • 'અનુપમા'ના 'ધીરજ કપૂર'નું નિધન:51 વર્ષની ઉંમરે અભિનેતા નિતેશ પાંડેને હાર્ટએટેક આવ્યો; 'ઓમ શાંતિ ઓમ'થી ઓળખ મળી'તી
post

નિતેશ પાંડેએ વર્ષ 1995થી ટીવીની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-24 19:02:39

ટીવી અને ફિલ્મોમાં પોતાના એક્ટિંગનો જાદુ ચલાવનાર નિતેશ પાંડેએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાય બાદ હવે નિતેશના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૂટિંગ દરમિયાન સેટ પર જ કાર્ડિયાક અરેસ્ટને કારણે એક્ટરનું મોત થયું હતું. લેખક સિદ્ધાર્થ નાગરે આ વિશે અપડેટ આપ્યું છે.

'અનુપમા'માં રૂપાલી ગાંગુલીની મિત્ર દેવિકાના પતિનો રોલ કરનાર નીતિશ પાંડેનું નિધન થયું છે. ગઈકાલે 23મી મેના રોજ રાત્રે હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થયું હતું. અભિનેતા 51 વર્ષના હતા. તે હવે આપણી સાથે નથી. તેમની વિદાયથી દરેક લોકો શોકમાં ડૂબી ગયા છે. અગાઉ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના નિધનના સમાચારે ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી અને હવે નિતેશ પાંડેના જવાથી પણ લોકોને આઘાત લાગ્યો છે.

લેખક સિદ્ધાર્થ નાગરે સમાચારની પુષ્ટિ કરી. તેમણે સૌથી પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી હતી. આ બાદમાં તેમણે નવભારત ટાઈમ્સના પત્રકાર સંજય મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આ સમાચાર સાચા છે. તે એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા જ્યારે નિતેશ પાંડેના નિધનના સમાચાર મળ્યા. તેણે જણાવ્યું કે નિતેશ શૂટિંગ માટે ઇગતપુર ગયો હતો. ત્યાં રાત્રે દોઢ વાગ્યાની આસપાસ તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. જોકે તેઓનો મૃતદેહ ક્યારે લાવવામાં આવ્યો અને અંતિમ સંસ્કાર ક્યારે થશે તે અંગે વધુ જાણકારી નથી.

નિતેશ પાંડે શાહરુખના આસિસ્ટન્ટ બન્યા
નિતેશ પાંડેનો જન્મ 17 જાન્યુઆરી 1973ના રોજ થયો હતો. તેમણે ફિલ્મો અને ટીવીની દુનિયામાં કામ કર્યું છે. ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં તે શાહરુખ ખાનના આસિસ્ટન્ટના રોલમાં જોવા મળ્યા હતા. તે જ સમયે, તે દિશા પરમાર અને નકુલ મહેતા સ્ટારર શો 'પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યાર' માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

નિતેશ પાંડેનું અંગત જીવન
નિતેશ પાંડેના અંગત જીવનની વાત કરવામાં આવે તો તેમણે અશ્વિની કાલેસકર સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 1998માં બંનેએ સાત ફેરા લીધા પરંતુ બાદમાં 2002માં બંને અલગ થઈ ગયાં. આ પછી તેણે અર્પિતા પાંડે સાથે લગ્ન કર્યાં જે ટીવી એક્ટ્રેસ છે.

નિતેશ પાંડે વર્કફ્રન્ટ
નિતેશ પાંડેએ વર્ષ 1995થી ટીવીની દુનિયામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે 'તેજસ', 'સયા', 'મંજીલેં અપની અપની', 'જુસ્તજુ', 'હમ લડકિયાં', 'સુનૈના', 'કુછ તો લોગ કહેંગે', 'એક રિશ્તા સાઝેદારી કા', 'મહારાજા કી જય હો' જેવી ફિલ્મો કરી છે. હો', 'હીરો-ગાયબ મોડ ઓન'ની સાથે તેઓ 'અનુપમા'માં ધીરજ કપૂરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે 'બધાઈ દો', 'મદારી', 'દબંગ 2' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post