• Home
  • News
  • મહાભિયોગમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત સાબિત કરવા મુશ્કેલ, ફક્ત 5 રિપબ્લિકન સાંસદ જ ટ્રમ્પની વિરુદ્ધ
post

રિપબ્લિકન સેનેટર પૉલે મહાભિયોગને ગેરબંધારણીય ગણાવવા પ્રસ્તાવ રજૂ કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 12:25:35

અમેરિકી કોંગ્રેસના ઉપલા સેનેટ ગૃહે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવવાના પ્રસ્તાવને મંગળવારેને ફગાવી દીધો. રિપબ્લિકન સભ્ય રેન્ડ પૉલે આ મામલે સેનેટમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ અંગે મતદાન થયું અને સેનેટે 55-45ના અંતરથી તેને ફગાવી દીધો. જોકે આ મતદાનથી એ વાતના સંકેત મળે છે કે ટ્રમ્પ મહાભિયોગની પ્રક્રિયાથી મુક્ત થઈ જશે.

સેનેટમાં થયેલા મતદાનમાં મોટા ભાગના રિપબ્લિકન સાંસદ ટ્રમ્પના બચાવમાં એકજૂટ થયા હતા. સેનેટમાં ટ્રમ્પને દોષિત ઠેરવવા 67 વૉટની જરૂર છે. હાલમાં ડેમોક્રેટ પાસે 50 વૉટ છે અને તેને 17 રિપબ્લિકન સાંસદોના વૉટની જરૂર પડશે પણ પૉલના પ્રસ્તાવ પર ફક્ત 5 રિપબ્લિકન સેનેટરોએ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યુ. તેનાથી સંકેત મળે છે કે બાકી રિપબ્લિકન સાંસદ ટ્રમ્પની તરફેણમાં છે. જો મહાભિયોગ પર આ પેટર્ન મુજબ જ મતદાન થશે તો 12 વૉટ ઓછા પડશે અને ટ્રમ્પ બચી જશે.

નીચલા ગૃહમાં મહાભિયોગ પાસ થઈ ગયો હતો પણ હવે સેનેટમાં તેનું પાસ થવું મુશ્કેલ જણાય છે. કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપ બદલ ટ્રમ્પ સામે મહાભિયોગની પ્રક્રિયા ચાલી રહી છે.

દાવો : 40 વર્ષ પહેલાં કેજીબીની મદદથી ટ્રમ્પનો બિઝનેસ વધ્યો
અમેરિકન પત્રકાર અને હાઉસ ઓફ બુશજેવા બેસ્ટસેલર પુસ્તકોના લેખક ક્રેગ ઉંગરના નવા પુસ્તક અમેરિકન કોમપ્રોમેટમાં ટ્રમ્પ અંગે સનસનાટી મચાવતા ખુલાસા કરાયા છે. પુસ્તક અનુસાર 40 વર્ષ પહેલાં યુવા ટ્રમ્પને રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબીએ બિઝનેસમાં મદદ કરી હતી. 1980-90ના દાયકામાં ટ્રમ્પને અનેકવાર ડિફોલ્ટર થતાં કેજીબીએ બચાવ્યા હતા. જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા ત્યારે તેમણે પુટિનનું ઋણ અદા કર્યુ. પુટિનને જે વસ્તુની જરૂર પડી તે દરેક વસ્તુ ટ્રમ્પે ઉપલબ્ધ કરાવી. લેખકે દાવો કર્યો કે ટ્રમ્પ તેમના મિત્ર જેફ્રી ઈપ્સટેનના માધ્યમથી રશિયા સાથે જોડાયા. જેફ્રી રશિયા અને સિલિકોન વેલીના લોકોને નાની વયની છોકરીઓ સપ્લાય કરતો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post