• Home
  • News
  • અમેરિકામાં ભારતીયોનો 'દબદબો', ડૉ. સેજલ હાથીની ઓરેગોનમાં હેલ્થ વિભાગના સર્વોચ્ચ પદે નિમણૂક
post

તેમને મેડિસિન, હેલ્થ પોલિસી અને એજ્યુકેશનમાં લગભગ એક દાયકાનો લાંબો અનુભવ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-12 12:53:26

અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોનો દબદબો સતત વધતો જઈ રહ્યો છે. તાજેતરમાં અમેરિકામાં વધુ એક ભારતીયને મોટી જવાબદારી મળી છે. ભારતીય મૂળના ડો. સેજલ હાથીને (Sejal Hathi) ઓરેગોન હેલ્થ ઓથોરિટીના ડિરેક્ટર તરીકે ચૂંટવામાં આવ્યા છે.


કઈ જવાબદારી મળી અને ક્યારથી પદ સંભાળશે 

ઓરેગોનના ગવર્નર ટીના કોટકે સેજલની નિમણૂક કરતી વખતે કહ્યું હતું કે તેમને મેડિસિન, હેલ્થ પોલિસી અને એજ્યુકેશનમાં લગભગ એક દાયકાનો લાંબો અનુભવ છે. તે 16 જાન્યુઆરી, 2024થી આ પદ સંભાળશે. 

ઓરેગોનના ગવર્નરે શું કહ્યું? 

ગવર્નર કોટકે જણાવ્યું હતું કે ઓરેગોનમાં સમાજના દરેક વર્ગને સમાનરૂપે આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં ઓરેગોન હેલ્થ ઓથોરિટીની વિશાળ ભૂમિકા છે. આ કામ ખૂબ જ પારદર્શિતા, જવાબદારી અને તત્પરતા સાથે થવું જોઈએ. ડૉ. સેજલ અસાધારણ લાયકાત સાથે આ રોલ માટે એકદમ ફિટ છે. તેમની પાસે ફિઝિશિયન તરીકે ફ્રન્ટલાઈન અનુભવથી લઈને વ્હાઇટ હાઉસમાં નીતિ ઘડતર સુધીનો અનુભવ છે. મને આનંદ છે કે તે તેમના અનુભવ અને પ્રતિભાથી ઓરેગોન હેલ્થ ઓથોરિટી માટે શ્રેષ્ઠ કામ કરશે. 

ડૉ. સેજલે શું કહ્યું? 

આ સિદ્ધિ પર સેજલે કહ્યું કે હું આ ક્ષેત્રમાં આ પદ પર પહોંચવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. રાષ્ટ્રીય સ્તરે, બધાની નજર ઓરેગોન પર છે. હેલ્થ સેક્ટરમાં ઓરેગોનની નીતિઓ પર દેશભરમાં નજર રાખવામાં આવી રહી છે. આ રાજ્ય આરોગ્ય ક્ષેત્રને લગતી પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે નવા પગલાં લઈ રહ્યું છે. આ ઉત્કૃષ્ટ સંસ્થા સાથે જોડાઈને હું ગર્વ અનુભવું છું.

કોણ છે ડૉ. સેજલ હાથી?

ઓરેગોન હેલ્થ ઓથોરિટીમાં જોડાતા પહેલા ડો. સેજલ ન્યુ જર્સીના ડેપ્યુટી હેલ્થ કમિશનર હતા. તેમણે બે વર્ષ સુધી વ્હાઇટ હાઉસમાં વરિષ્ઠ નીતિ અધિકારી તરીકે પણ કામ કર્યું, જ્યાં તેમણે ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલ માટે કામ કર્યું. તેમણે જોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન અને બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં સહાયક પ્રોફેસર તરીકે પણ સેવા આપી છે.


adv

Related News

post
post
post
post
post
post
post