• Home
  • News
  • ગણેશોત્સવમાં ટિકિટોનું ટેન્શન ન લેશો! ગુજરાત સહિતના રાજ્યોમાં દોડાવાશે 266 સ્પેશિયલ ટ્રેન
post

ગણેશ ઉત્સવ પર 266 સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની તૈયારી કરવામાં આવી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 18:35:00

ઓગસ્ટના મહિનામાં વિવિધ તહેવારો આવતા હોય છે, ખાસ કરીને આ મહિનામાં શ્રાવણ મહિનો આવતો હોવાથી ધાર્મિક તહેવારો આવતા હોય છે. જેમા ગુજરાતીઓના તહેવારોમાં નાગ પંચમી, હરિયાલી ત્રીજ, રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી જેવા મોટા તહેવારો આવતા હોય છે. આ તહેવારોમાં દરેક લોકો પોતાના વતનમાં જવા માંગતા હોય છે, કારણ કે આ તેહવારો તેમના પરિવાર સાથે ઉજવી શકે. પરંતુ આ ઉત્સવો દરમ્યાન મુસાફરી માટે ટીકિટનું ટેન્શન રહેતું હોય છે. તહેવારોની સિઝનમાં ભીડ વધારે હોવાથી રેલવે દ્વારા પણ ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે શહેરોમાથી ગામ જનારા લોકોને સરળતાથી ટીકિટ મળી શકે તે માટે ભારતીય રેલવે દ્વારા ગણેશ ઉત્સવ પર 266 સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની તૈયારી કરવામાં આવી છે. 

ગણેશ ઉત્સવ દરમ્યાન નહી પડે મુસાફરોને તકલીફ

રેલવે દ્વારા આ દરેક ટ્રેનો મુંબઈથી ચલાવવામાં આવશે. એટલે ગણેશ ઉત્સવમાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે. યાત્રાળુઓની પરેશાનીને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ રેલવે દ્વારા 18 નોન રિઝર્વ ટ્રેનો ચલાવવામાં આવશે. આ પહેલા મુંબઈ ડિવીઝને સપ્ટેમ્બરમાં થનારા ગણપતિ મહોત્સવ માટે 208 સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની નિર્ણય કર્યો છે. 

જાણો ક્યાથી ક્યા ચાલશે ટ્રેન

ભારતીય રાજ્યો દ્વારા અલગ- અલગ રાજ્યોમાં આ સ્પેશિયલ ટ્રેનો શરુ કરવામાં આવી છે. આ દરેક ટ્રેનો મુંબઈ માટે જશે. આ દરેક ટ્રેનો મુંબઈ ના સૌથી વધારે રેલવે સ્ટેશનોને કવર કરશે. 250 થી વધારે ટ્રેન બિહાર અને ઉત્તર પ્રદેશના શહેરોમાંથી પસાર થશે. આ સિવાય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિતના વિસ્તારોમાં આ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આ સાથે માહિતી પ્રમાણે મોટાભાગની ટ્રેનો મહારાષ્ટ્રની આસપાસના રાજ્યો માટે ચલાવવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post