• Home
  • News
  • રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ 24મા દેશમાં પહોંચ્યા, પરંતુ આ તેમનો 5મો સૌથી ચર્ચિત વિદેશ પ્રવાસ
post

અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાથી બહાર પહેલી વખત રેલી અને રોડ શો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 09:47:59

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પહેલા ભારત પ્રવાસમાં સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિની આ 24મી વિદેશયાત્રા છે. ટ્રમ્પે 20 જાન્યુઆરી 2017ના અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ત્યારબાદ તેઓ પહેલા વિદેશ પ્રવાસમાં 20 મે, 2017ના સાઉદી અરબ ગયા હતા. ત્યારબાદ 22 મેના રોજ ઈઝરાયેલ પહોંચ્યા હતા.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યાના ત્રણ વર્ષ અને એક મહિના બાદ ભારત પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનું આ છેલ્લું વર્ષ છે. આ વર્ષે ડિસેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. અત્યાર સુધી સૌથી વધારે સમય માટે તેઓ ચાર વખત ફ્રાન્સ ગયા છે. વિદેશી મીડિયા અને આંતરરાષ્ટ્રીય મામલાઓના જાણકારો ટ્રમ્પનો આ ભારત પ્રવાસ તેમનો 5મો સૌથી ચર્ચિત પ્રવાસ જણાવી રહ્યા છે.

ટ્રમ્પ ભારત પ્રવાસમાં પાંચ વાતો પર ફોકસ કરી શકે છે: બીબીસી વર્લ્ડ
બ્રિટિશ મીડિયા હાઉસ બીબીસી વર્લ્ડે ટ્રમ્પના ભારત પ્રવાસનું પાંચ પોઇન્ટમાં એનાલિસીસ કર્યું.
1.
ભારતવંશીઓના વોટ: અમેરિકામાં લગભગ 45 લાખ ભારતીય મૂળના લોકો છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને માત્ર 16 ટકા ભારતીય મૂળના અમેરિકન્સે વોટ આપ્યો હતો. ભારત પ્રવાસના વીડિયો અને તસવીરો ચૂંટણી પ્રચારના અભિયાનમાં ઉપયોગમાં લેવાશે.

2. ટ્રેડ ડીલ: જો ટ્રમ્પ ટ્રેડ ડીલ કરવામાં સફળ રહેશે તો આ તેમની બહુ મોટી સફળતા રહેશે. અત્યારે બન્ને દેશ દર વર્ષે 160 અબજ ડોલરનો વેપાર કરે છે. ટ્રમ્પ સરકારના નવા ટેરીફ અને વીઝા સિસ્ટમની અમુક જોગવાઇઓને લઇને ભારતને વાંધો છે.

3. ચીન ફેક્ટર: કાર્યકાળના શરૂઆતી દિવસોથી જ ટ્રમ્પે ચીન વિરુદ્ધ કડક વલણ દાખવ્યું છે. ચીનની વન બેલ્ટ, વન રોડ અને દક્ષિણ ચીન સમુદ્રની નીતિઓ ટ્રમ્પને ગમી ન હતી. ભારતને ચીનની સમકક્ષ લાવવાના પ્રયત્નો ટ્રમ્પ વધારી શકે છે.

4. ડિફેન્સ: ભારત-અમેરિકા કરોડો ડોલરની ડિફેન્સ ડીલ કરી શકે છે. તેમાં ભારતીય નેવી માટે હેલિકોપ્ટર અને એર ડિફેન્સ સિસ્ટમનો સોદો સામેલ છે. આ સોદો લગભગ 1.8 અબજ ડોલરનો છે. અમેરિકા સામે રશિયા અને ફ્રાન્સનો પડકાર છે.

5.મોદી-ટ્રમ્પના વ્યક્તિગત સંબંધો: ટ્રમ્પ ઘણી વખત સ્ટેજ પરથી મોદીને મિત્ર કહી ચૂક્યા છે. 8 મહિનામાં બન્ને નેતાઓની આ પાંચમી મુલાકાત છે. તાજેતરમાં જ ટ્રમ્પે કહ્યું- ભારતે અમારી સાથે સારી વર્તણૂક નથી કરી પરંતુ હું પ્રધાનમંત્રી મોદીને વ્યક્તિગત રીતે ખૂબ પસંદ કરું છું.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post