• Home
  • News
  • ‘કેમ છો, ટ્રમ્પ’ નહીં હવે ‘નમસ્તે ટ્રમ્પ’ થીમ પર કાર્યક્રમ, AMCએ નવા પોસ્ટર ટ્વિટ કર્યાં
post

‘નમસ્તે ટ્રમ્પ’ થીમ પર કાર્યક્રમની ડિઝાઈન તૈયાર કરવા આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:06:58

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદ મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પને આવકારવા માટે થનગની રહેલા અમદાવાદમાં કેમ છો, ટ્રમ્પસ્લોગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે આ કાર્યક્રમને ગુજરાત સુધી સિમિત ન રાખીને રાષ્ટ્રીય બનાવવા માટે ગુજરાત સરકારે નમસ્તે ટ્રમ્પસ્લોગન કરવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે આ ચર્ચાઓ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાના ટ્વિટ એકાઉન્ટ પર નમસ્તે ટ્રમ્પસ્લોગન સાથે કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે.


નમસ્તે ટ્રમ્પથીમ પર જ દેશભરમાં પ્રચાર
રાજ્ય સરકારે કેમ છો, ટ્રમ્પને બદલે નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પના નિર્દેશ આપી દીધા છે. જ્યારે કેન્દ્ર સરકારે પણ ગુજરાત સરકારને નમસ્તે ટ્રમ્પથીમ પર જ દેશભરમાં તેનો પ્રચાર કરવા માટે કહી દીધું છે.


નમસ્તે ટ્રમ્પથીમ પર કાર્યક્રમની ડિઝાઈન તૈયાર કરવા આદેશ
એક ચર્ચા મુજબ કેમ છો, ટ્રમ્પમાત્ર એક રાજ્યનો કાર્યક્રમ લાગી રહ્યો હતો, જેથી રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે, તમામ પ્રચાર સામગ્રીઓ અને અન્ય માધ્યમોને ભારતીય પરંપરાના નમસ્તે ટ્રમ્પથીમ પર આ કાર્યક્રમની ડિઝાઈન તૈયાર કરો. વડાપ્રધાન કાર્યાલય અને વિદેશ મંત્રાલય તરફથી નમસ્તે ટ્રમ્પથીમને મંજૂરી મળવાની બાકી છે. આ ફેરફારને કારણે તમામ બોર્ડ્સ અને હોર્ડિંગ્સમાં પણ આ જ થીમ જોવા મળશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post