• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સાથે 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે, મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ
post

ધ વ્હાઇટ હાઉસએ ટ્વીટ કરી ટ્રમ્પના ભારત પ્રવાસની માહિતી આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-11 11:33:31

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પ આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવશે. વ્હાઈટ હાઉસે મામલે ટ્વીક કરી માહિતી આપી છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે. છેલ્લા કેટલાક દિવસથી ટ્રમ્પની અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાતને લઇ તર્કવિતર્ક ચાલી રહ્યા હતા જેનો આજે અંત આવ્યો છે.


'
કેમ છો ટ્રમ્પ' જેવો એક ભવ્ય કાર્યક્રમનું આયોજન
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ પહેલીવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસસચિવ સ્ટેફની ગ્રીષમએ જણાવ્યું હતું કે, 24 અને 25 ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે ભારત યાત્રા પર જશે અને દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે. વ્હાઈટ હાઉસ તરફથી ઓફિસિયલ ટ્વીટ આવ્યા બાદ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેશે અને ત્યાં 'કેમ છો ટ્રમ્પ' જેવો એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થશે. ઉપરાંત તેઓ ગાંધી આશ્રમની પણ મુલાકાત લેવાના છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post