• Home
  • News
  • હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
post

ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-23 19:19:17

હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મદદ માટે રવાના

સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, "ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમ પોરબંદર અરબી સમુદ્રમાં વેપારી જહાજ MV કેમ પ્લુટો તરફ જઈ રહ્યું છે. આ જહાજ ક્રૂડ ઓઈલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલોર તરફ જઈ રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર. જ્યારે આગ ઓલવાઈ ગઈ છે, ત્યારે તેની કામગીરી પર અસર પડી છે. લગભગ 20 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કરી દીધા છે."

અગાઉ ઈઝરાયલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો

બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ અને મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રેએ જણાવ્યું કે, ઈઝરાયલના વેપારી જહાજ પર ભારતના વેરાવળ નજીક ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, આ હુમલાના કારણે જહાજમાં આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારબાદ અમેરિકાના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ હુમલો ઈરાની ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો.

યમનના હુથી બળવાખોરોએ હુમલો કર્યાની આશંકા

ગયા મહિને જ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઈઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો જહાજનું અપહરણ કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓ પણ આ ઘટનાને હુથી બળવાખોરો સાથે જોડી રહ્યા છે.


adv

Related News

post
post
post
post
post
post
post