• Home
  • News
  • કેન્દ્રીય ઔષધિ મંત્રી સદાનંદ ગૌડા પ્લેનથી બેંગલુરુ પહોંચ્યા, પણ ક્વૉરન્ટીન ન થયા; કહ્યું- હું મંત્રી છું, મારી પર જવાબદારીઓ છે
post

કર્ણાટક જનારા કોઈ પણ યાત્રીને 7 દિવસ ઈન્સ્ટિટ્યૂશનલ અને 14 દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 08:41:52

બેંગલુરુ: કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે મોદી સરકાર લોકડાઉન, સોશિયલ ડિસ્ટેસીંગ, ક્વૉરન્ટીન નિયમોનું પાલન કરવા માટે સતત અપીલ કરી રહી છે. પરંતુ દેશભરમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ થવાના પહેલા જ દિવસે કેન્દ્રમાં ઔષધિ મંત્રી સદાનંદ ગૌડાએ આ નિયમોને નજરઅંદાજ કરી દીધા હતા. સદાનંદ ગૌડા સોમવારે પ્લેનથી દિલ્હીથી બેંગલુરુ પહોંચ્યા હતા. પરંતુ કર્ણાટક સરકારે વિમાનથી આવતા યાત્રિઓ માટે જે ઈન્સ્ટિટ્યૂશનલ અને હોમ ક્વૉરન્ટીન ગાઈડલાઈન નક્કી કરી છે, તેનું પાલન ગૌડાએ કર્યું નથી.

દવાની સપ્લાઈ થઈ રહી નથી, તો ડોક્ટર કરશે શુંઃ ગૌડા
ગૌડાને જ્યારે પુછવામાં આવ્યું કે તે ક્વૉરન્ટીન પિરીયડમાં કેમ નથી જઈ રહ્યા તો તેમણે જણાવ્યું કે હું મંત્રી છું.હું ઔષધિ મંત્રાલય જોઈ રહ્યો છું. જો દવા અને અન્ય વસ્તુઓની સપ્લાઈ યોગ્ય રીતે નહીં થાય તો ડોક્ટર દર્દીઓની સારવાર કેવી રીતે કરશે, શું ત્યારે આ સરકારની નિષ્ફળતા નહીં હોય? તેમણે કહ્યું કે,દેશના દરેક ખૂણામાં દવાની સપ્લાઈ યોગ્ય રીતે થાય તે મારી જવાબદારી છે 

સવાલ ઉઠ્યા તો ગૌડાએ ચોખવટ કરી 
જ્યારે ગૌડાની આ હરકત પર સવાલ ઉઠવાના શરૂ થયા તો તેમણે ચોખવટ કરતા કહ્યું કે, ગાઈડલાઈન તમામ નાગરિકો માટે છે. પરંતુ ઘણા લોકો માટે, જે ખાસ જવાબદારી વાળા પદો પર છે, તેમને જ રજા આપવામાં આવી છે. 

કર્ણાટકમાં ક્વૉરન્ટીન નિયમો શું છે?
કર્ણાટકના ડીજીપી પ્રવીણ સૂદે ટ્વીટ કર્યું , દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલમનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાતથી કોઈ પણ રીતે આવતા યાત્રિઓને 7 દિવસ ઈન્સ્ટિટ્યૂશન ક્વૉરન્ટીન અને પછી 14 દિવસ હોમ ક્વૉરન્ટીન કરવામાં આવશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post