• Home
  • News
  • ઓક્સફર્ડનું એક મહિનામાં બીજું નિવેદન:કોવિશીલ્ડ વેક્સિનના બે ફુલ ડોઝ ઘણા કારગર; પહેલા દોઢ ડોઝનાં પરિણામ પર સવાલ ઊઠ્યા હતા
post

ઓક્સફર્ડ યુનિવર્સિટીના નવા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એ કોવિડ-19 વેક્સિનના બે ફુલ ડોઝ સારો ઇમ્યુન રિસ્પોન્સ આપી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-18 10:30:38

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીની કોરોના વેક્સિન(કોવિશીલ્ડ)ના બે ફુલ ડોઝ સારો ઈન્યુન રિસ્પોન્સ આપી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ગુરુવારે રાતે આ માહિતી આપી હતી. યુનિવર્સિટીએ એક નિવદેનમાં કહ્યું- પહેલા અમે એક ફુલ અને એક હાફ ડોઝ આપીને ટ્રાયલ કરી હતી. એટલે કે ઉમેદવારને દોઢ ડોઝ આપવામાં આવ્યો હતો. હવે ફુલ ડોઝ આપવામાં આવ્યા. તેનાં પરિણામ ઘણાં સારાં રહ્યાં.

લગભગ એક મહિના પહેલાં અસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડે વેક્સિનમાં મેન્યુફેક્ચરિંગ એરરની વાત સ્વીકારી હતી. ત્યારે વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલનાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં અલગ અલગ પરિણામ સામે આવ્યાં હતાં.

બે ફુલ ડોઝ જ જરૂરી
ગુરુવારે જાહેર કરાયેલા નિવેદનમાં ઓક્સફર્ડે પોતાની વેક્સિન અંગે નવી માહિતી આપી. કહ્યું હતું કે અમે અમારા ઉમેદવારને ટ્રાયલ દરમિયાન વેક્સિનના બે ફુલ ડોઝ આપ્યા. એનાં સારાં પરિણામ સામે આવ્યાં. એની પહેલાં અમે એક ફુલ અને એક હાફ ડોઝ આપ્યો હતો, જેની તુલનામાં બે ફુલ ડોઝ ઘણા કારગર સાબિત થયા.

કંપનીના તાજેતરનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ગત દિવસોમાં તેણે પોતે જ અલગ અલગ પરિણામની વાત સ્વીકારી હતી. ત્યારે એક્સપર્ટ્સે તેના ડેટા એનાલિસિસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. નવા નિવેદનમાં ઓક્સફર્ડે સ્વીકાર્યું છે કે વેક્સિનના રિઝલ્ટની પુષ્ટિ માટે હાલ વધુ કામ કરવાની જરૂર છે.

ત્રણ તબક્કાની માહિતી જાહેર કરી
ઓક્સફર્ડે એક મહિનામાં બીજી વખત ફેઝ 1થી ફેઝ 3ની ટ્રાયલનાં પરિણામ જાહેર કર્યાં. જોકે આમાં પહેલાં આપવામાં આવેલા દોઢ ડોઝનો રેફરન્સ આપવામાં આવ્યો નથી. યુનિવર્સિટીનું કહેવું છે કે દોઢ ડોઝ આપવાની ટ્રાયલ્સ પહેલાંથી નક્કી ન હતી. હવે ઓક્સફર્ડનું ફોકસ પોતાની વેક્સિન માટે બે ફુલ ડોઝ આપવા પર જ છે. તેનું કહેવું છે કે દોઢ અને બે ડોઝનો પ્રયોગ કરવો એની રણનીતિનો ભાગ હતો, જેના માટે પહેલાથી જ સવાલો ઊઠી ચૂક્યા છે, કારણ કે ડોઝમાં ફરકથી પરિણામમાં ફરક આવવો પણ સ્વાભાવિક છે.

ઓક્સફર્ડે કહ્યું, બૂસ્ટર ડોઝ આપ્યા પછી જે પરિણામ મળ્યાં એનાથી સ્પષ્ટ થઈ ગયું કે સિંગલ ડોઝની તુલનામાં એન્ટિબોડી ઝડપથી બને છે. સ્ટાન્ડર્ડ ડોઝનો ઉપયોગ જ કરવો જોઈએ.

પહેલાં આના માટે સવાલો ઊઠ્યા હતા
ઓક્સફર્ડ/એસ્ટ્રાજેનેકાએ 23 નવેમ્બરે નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે યુકે અને બ્રાઝિલમાં કરવામાં આવેલાં પરીક્ષણમાં વેક્સિન (AZD1222) ઘણી અસરકારક સાબિત થઈ હતી. અડધો ડોઝ આપવાથી વેક્સિન 90% સુધી ઈફેક્ટિવ મળી. ત્યાર પછી બીજા મહિનામાં ફુલ ડોઝ આપવા અંગે 62% અસરકારક જોવા મળી. ત્યાર પછી એક મહિના પછી બે ફુલ ડોઝ આપવા અંગે વેક્સિનની અસર 70% જોવા મળી. ભારતમાં આ વેક્સિન પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા બનાવી રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post