• Home
  • News
  • આર્થિક સંકટ ઘેરાયું:કોરોના સામે નિષ્ફળ રહેતા ઈટાલીના PMનું રાજીનામું
post

કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ રહેવા મામલે વિપક્ષ તેમના પર સતત નિશાન તાકી રહ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 12:27:30

ઈટાલીના વડાપ્રધાન ગ્યુસેપ કોન્તેએ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ રહેવા મામલે વિપક્ષ તેમના પર સતત નિશાન તાકી રહ્યું હતું. દેશમાં આર્થિક સંકટ પણ ઘેરાતું જઇ રહ્યું હતું. કોન્તેએ કેબિનેટને પણ રાજીનામાની જાણ કરી દીધી હતી. તેમણે મંગળવારે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપી દીધું. હવે રાષ્ટ્રપતિ નવી સરકારની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.

બહુમતી ગુમાવી ચૂકેલા કોન્તેએ રાજીનામા પૂર્વે ગઠબંધનની બહાર સાંસદોને આગ્રહ કર્યો કે તે તેમની લઘુમત સરકારમાં સામેલ થઈ જાય. ગત અઠવાડિયે જ કોન્તે સેનેટમાં વિશ્વાસમત મેળવી સરકાર બચાવવામાં સફળ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના 25,01,147 કેસ નોંધાયા છે. તેમાંથી 19,36,289 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 86,889 મોત થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post