• Home
  • News
  • ઈડીને મુંબઈમાં મળ્યું ઘરનું ઘર, ભાડાની ઓફિસમાંથી મુક્તિ, 362 કરોડના પ્લોટમાં ઓફિસ ખૂલશે
post

મુંબઈમાં ઈડીની ઓફિસ અને સ્ટોર રૂમ ત્રણ અલગ-અલગ સ્થળો પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-30 17:06:19

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને મુંબઈમાં એક વિશાળ ઓફિસ મળવા જઈ રહી છે. ઈડીને મુંબઈમાં ઓફિસ માટે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં રૂપિયા 362 કરોડની જમીન ફાળવવામાં આવી છે. હાલ મુંબઈમાં ઈડીની ઓફિસ અને સ્ટોર રૂમ ત્રણ અલગ-અલગ સ્થળો પર આવેલી છે. જેમાંથી બે બેલાર્ડ એસ્ટેટમાં છે અને એક ઓફિસ વરલીમાં છે.

અહેવાલ અનુસાર, ઈડીને અડધા એકરની જમીન ફાળવવામાં આવ્યો છે, જેમાથી 10,500 ચોરસ મીટરમાં ઈમારતનું નિર્માણ કરવામાં આવશે. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) દ્વારા 10,500 ચોરસ મીટર માટે 3.4 લાખ રૂપિયા પ્રતિ ચોરસ મીટર વસૂલવાનો નિર્ણય લીધો છે.

ઈડીને 80 વર્ષની લીઝ પર જમીન આપવામાં આવશે

હાલમાં મુંબઈમાં જ્યાં ઈડીની ઓફિસ આવેલી છે તે ત્રણ ઈમારતોમાં અન્ય ખાનગી કંપનીઓની પણ ઓફિસ છે. તેથી ઈડીને  ત્યાં આવતા-જતા લોકો પર નજર રાખવામાં મુશ્કેલી પડે છે. જો કે, બેલાર્ડ એસ્ટેટમાં ઈડીની ઓફિસો ભાડા પર છે. વરલીમાં આવેલી ઈડીની ઓફિસ ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચીની કબજે કરવામાં આવેલી સંપત્તિમાં છે. ઈડીએ એપ્રિલ 2022માં નવી ઓફિસ માટે અરજી કરી હતી, જેને એમએમઆરડીએ દ્વારા 30મી મે 2023માં મંજૂર કરવામાં આવી હતી. અગાઉ એવી સંમતિ થઈ હતી કે ઈડી 30મી સપ્ટેમ્બર 2023 સુધીમાં 30% એડવાન્સ પેમેન્ટ જમા કરશે, પરંતુ હવે તારીખ લંબાવવામાં આવી છે. આ જમીન ઈડીને 80 વર્ષની લીઝ પર આપી છે.

પ્રોપર્ટીની કિંમતની અગાઉની હરાજી વખતે મળેલા દરના આધારે જમીનની કિંમત નક્કી કરવામાં આવી હતી. એટલ કે, છેલ્લી વખત બીકેસીમાં હરાજીમાં જમીન રૂપિયા 3.4 લાખ પ્રતિ ચોરસ મીટના ભાવે વેચાયો હતો. એક અધિકારીના જણાવ્યું કે, 'બીકેસી વિસ્તારમાં ઓછા બજાર દરે મિલકત આપવાની કોઈ જોગવાઈ નથી અને તેથી બીકેસીમાં છેલ્લી વખત જે દરે પ્રોપર્ટી વેચવામાં આવી હતી તે પ્રમાણ પૈસા લેવામાં આવ્યા છે. જમીન ફાળવવાનો નિર્ણય મે 2023માં લેવામાં આવ્યો હતો, પરંતુ અમે હવે એડવાન્સ પેમેન્ટ કરવાનો સમય એપ્રિલ 2024 સુધી લંબાવ્યો છે.'

adv

Related News

post
post
post
post
post
post
post