• Home
  • News
  • ટ્રમ્પની ધમકીના 48 કલાક બાદ અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર 4 રોકેટ છોડ્યા
post

ઈરાકના બગદાદ એરપોર્ટ પર ગુરુવારે મોડી રાતે થયેલા રોકેટ હુમલામાં 8 લોકોના મોત થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-03 11:16:35

બગદાદઃઈરાકના બગદાદ એરપોર્ટ પર ગુરુવારે મોડી રાતે થયેલા રોકેટ હુમલામાં 8 લોકોના મોત થયા છે. જેમાં ઈરાનની ઈલીટ કુદ્સ સેનાના પ્રમુખ જનરલ કાસીમ સુલેમાની અને ઈરાકના ઈરાન સમર્થિત સંગઠન-પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ(PMF)ના કમાંડર અબુ મહદી અલ-મુન્હદિસનું મોત થયું હતું. પીએમએફના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણ, હુમલામાં તેમના પાંચ સિપાહીઓના મોત થયા હતા. આ હુમલો કોણા દ્વારા કરાયો છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જો કે, અમેરિકન અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે રોયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હુમલો અમેરિકા તરફથી થયો હતો.

ઈરાન સમર્થિત પીએમએફ શિયા લડાકુઓનું એક જૂથ છે. જે સત્તાવાર રીતે ઈરાકી સુરક્ષાબળોમાં સામેલ છે. રોકેટ હુમલામાં માર્યા ગયેલા મહુંદિસ આ સગંઠનના ડે. પ્રમુખ હતા. ઈરાકમાં અમેરિકન સેના વિરુદ્ધ જવા માટે ટ્રમ્પ પ્રશાસને તેમને બ્લેકલિસ્ટ કર્યા હતા.

PMFએ પણ હુમલા પાછળ અમેરિકા અથવા ઈઝરાયલનો હાથ હોવાનો દાવો કર્યો હતો. ઈરાન અને ઈરાકની સેના સાથે જોડાયેલા લોકો પર આ હુમલો અમેરિકન દૂતાવાસ પર ઈરાન સમર્થિત ભીડ હુમલાના બે દિવસ બાદ થયો છે. 31 ડિસેમ્બરે ઈરાન સમર્થિત ઘણા પ્રદર્શનકારીઓએ દૂતાવાસના ગેટ તોડી નાંખ્યા હતા અને બહાર આગ લગાવી દીધી હતી. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનને અમેરિકના નુકસાન માટે મોટી કિંમત ચુકવવી પડશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post