• Home
  • News
  • એલન મસ્ક રાજીનામું આપશે!:કહ્યું- કોઈ મૂર્ખ વ્યક્તિ મળશે ત્યારે રાજીનામું આપીશ, અગાઉ ટ્વિટર પોલમાં 57% લોકોએ CEOના પદેથી રાજીનામા માટે હા પાડી હતી
post

એલન મસ્કે જ્યારે ટ્વિટરને ખરીદ્યુ ત્યારે જ તેમણે ટ્વિટરના ત્યારના ટૉપ એક્ઝિક્યુટિવને કાઢી મૂક્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 18:41:40

એલન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દેશે. તેમણે કહ્યું હતું કે 'કોઈ મૂર્ખ વ્યક્તિ આ પદ માટે બરાબર જણાશે', ત્યારે જ તેઓ CEO તરીકે રાજીનામું આપશે. હજુ બે દિવસ પહેલાં જ તેમણે તેના 122 મિલિયન ટ્વિટર યુઝર્સને પૂછ્યું હતું કે શું તેમણે સોશિયલ મીડિયા સાઇટના નેતા તરીકે પદ છોડવું જોઈએ? ત્યારે મોટા ભાગના યુઝર્સે 'હા'માં જવાબ આપ્યો હતો.

ઓક્ટોબરના અંતમાં $44 બિલિયનમાં ટ્વિટર ખરીદનાર ઇલોન મસ્કે ટ્વિટરની નવી પોલિસી અને અમુક કન્ટેન્ટને કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

પોલ કરીને લોકોનાં મંતવ્ય માગ્યા
તેમણે બે દિવસ પહેલાં એક ટ્વિટર પોલ કર્યો હતો, જેમાં તેમણે લોકોને પૂછ્યું હતું કે શું તે ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દે? સર્વેમાં 17.5 મિલિયન મતો પડ્યા હતા, જેમાં 57%થી પણ વધુ લોકોએ 'હા'માં જવાબ આપ્યો હતો.

પહેલાં કહ્યું, ટ્વિટર પોલની પોલિસી બદલાવાશે
એલન મસ્કે ટ્વિટર પોલના રિઝલ્ટ પછી આડકતરી રીતે રિઝલ્ટ વિશે જણાવ્યું હતું. મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્વિટર પોલની પોલિસીને સુધારવા માગે છે. આમાં માત્ર સબ્સ્ક્રિપ્શન લીધેલી વ્યક્તિ જ પોલ કરી શકશે.

મસ્કે કહ્યું 'કોઈ મૂર્ખ વ્યક્તિ મળશે ત્યારે જ રાજીનામું આપીશ'
સોમવારે ટ્વિટર પોલની પોલિસી બદલાવવાનું કહ્યા પછી મંગળવારે મસ્કે વધુ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પદ માટે 'કોઈ મૂર્ખ વ્યક્તિ મળશે, પછી જ રાજીનામું આપીશ'. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પછી હું માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમનું જ સંચાલન કરીશ.

જોકે આ બધા પરથી હજુ સ્પષ્ટ થયું નથી કે તેઓ રાજીનામું આપશે કે નહિ, કારણ કે તેમણએ અનેક વખત પોતાનાં નિવેદનોને ફેરવી તોડ્યા છે. ત્યારે આ બધી જ વાતો નકામી સાબિત થઈ શકે છે.

ટૉપ એક્ઝિક્યુટિવને કાઢી મૂક્યા

એલન મસ્કે જ્યારે ટ્વિટરને ખરીદ્યુ ત્યારે જ તેમણે ટ્વિટરના ત્યારના ટૉપ એક્ઝિક્યુટિવને કાઢી મૂક્યા હતા, જેમાં ટ્વિટરના પૂર્વ CEO પરાગ અગ્રવાલનો પણ સમાવેશ થાય છે.

વોશ બેસિન લઈને ટ્વિટરને ખરીદવા પહોંચ્યા હતા!
એલન મસ્કે ટ્વિટર ખરીદતા વખતે પણ લોકોને ચોંકાવી દીધા હતા. તેઓ જ્યારે ટ્વિટર ખરીદવા માટે ટ્વિટરની ઑફિસે ગયા હતા ત્યારે તેમણે હાથમાં વોશ બેસિન લઈને ઑફિસ પહોંચ્યા હતા. લોકોને આવી રીતે ચોંકાવી દીધા હતા. આ વિશેનો તેમણે વીડિયો પણ કર્યો હતો અને એમાં કેપ્શનમાં લખ્યું હતું કે 'Let that sink in!'

 

adv

Related News

post
post
post
post
post
post
post