• Home
  • News
  • કાનપુરથી 17 કિમી દૂર ભૌતીમાં ઠાર કરાયો, વિકાસને બે ગોળી વાગી, STF જવાન પણ ઘાયલ
post

વિકાસની આસપાસ બે STF જવાન બેઠા હતા, ગાડી પલટી ખાતા જ તેણે જવાનની પિસ્તોલ લઈને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:35:18

કાનપુર: બિકરુ હત્યાકાંડના મુખ્ય આરોપી ગેંગસ્ટર દુબેનું શુક્રવારે સવારે કાનપુર STF સાથે એન્કાઉન્ટરમાં મોત થયું છે. એન્કાઉન્ટર કાનપુરથી માત્ર 17 કિમી દૂર ભૌતી નામની જગ્યાએ થયું છે. કાનપુરમાં આ એન્કાઉન્ટર સવારે 6.15થી 6.30ની વચ્ચે થયું હતું. 2 જુલાઈની રાતે બિકરુ ગામમાં વિકાસ અને તેની ગેંગે પોલીસ પર હુમલો કર્યો હતો. તેમાં 8 પોલીસકર્મીઓના મોત થયા હતા.

વરસાદના કારણે ગાડી પલટી
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ગાડીમાં ડ્રાઈવર સિવાય ત્રણ STFના જવાન પણ હતા. ઘટના સમયે કાનપુરમાં ભૌતી વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો. વરસાદ સામાન્ય જ હતો પરંતુ સાંકડા રસ્તાના કારણે ત્યાં કીચડ થઈ ગયો હતો અને તેના કારણે ગાડી પલટી ખાધી હતી. વિકાસ પાછળની સીટમાં વચ્ચે બેઠો હતો. બંને બાજુ STFના જવાન બેઠા હતા. ગાડી પલટી ખાતા વિકાસે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે એક પોલીસ કર્મીની 9 mm પિસ્તોલ લઈને ભાગ્યો હતો. પાછા વળીને ગોળી પણ ચલાવી હતી. STFની જવાબી કાર્યવાહીમાં એક ગોળી એની કમરમાં વાગી અને બીજી છાતીમાં વાગી હતી.

બે પોલીસકર્મી પણ ઘાયલ
રિપોટ્સમાં જણાવ્યા પ્રમાણે, STFના બે જવાન પણ ઘાયલ થયા છે. માનવામાં આવે છે કે વિકાસ દુબેને હૈલેટ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધી તે જીવતો હતો પરંતુ તેની સ્થિતિ ખૂબ ગંભીર હતી. થોડી વારમાં જ હોસ્પિટલમાં તેનું મોત થયું હતું. ઘટના સમયે પણ વિકાસે બ્લૂ લાઈનિંગ વાળી ટી-શર્ટ પહેરી હતી, જે તેણે ગુરુવારે ઉજ્જૈનમાં ધરપકડ વખતે પહેરી હતી

22 મિનિટ પછી મોત
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, વિકાસને એન્કાઉન્ટર પછી તુરંત એક ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ ગાડી STFના કાફલાની હતી. આ ગાડીમાં STFના બે ઘાયલ જવાન પણ હતા. હોસ્પિટલ પહોંચ્યાના 20-22 મિનિટ પછી જ વિકાસનું મોત થઈ ગયું હતું. જોકે તે વાત થોડી મોડી જાહેર કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને STF જવાનોને તુરંત ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. એક જવાનની સ્થિતિ ગંભીર માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post