• Home
  • News
  • ગેંગસ્ટર વિકાસ દુબેનું પણ એન્કાઉન્ટર, 8 દિવસમાં વિકાસ સહિત 6 ટોપ બદમાશો ઠાર, 2 જુલાઈએ 8 પોલીસકર્મીઓની હત્યા કરી હતી
post

એન્કાઉન્ટરથી બચવા માટે વિકાસ પોતે સરેન્ડર કરવા ગયો હતો, પરંતુ 24 કલાક પણ બચી ન શક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:30:28

ભોપાલ: કાનપુરના ચૌબેપુર પોલીસ સ્ટેશન વિસ્તાર બિકરુ ગામ.. 2 જુલાઈની રાતે ગેંગસ્ટર વિકાસ દુબેની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી હતી.બીજી સવારે જ યુપી પોલીસ વિકાસ ગેંગનો સફાયો કરવામાં લાગી ગઈ હતી. વિકાસ ત્રણ રાજ્યોની પોલીસથી સંતાઈને યુપીથી હરિયાણા અને પછી રાજસ્થાન થઈને મધ્યપ્રદેશ પહોંચ્યો હતો. સરેન્ડરના અંદાજમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરથી ગુરુવારે વિકાસની ધરપકડ કરાઈ હતી.યુપી પોલીસ તેને કાનપુર લઈ જઈ રહી હતી, પરંતુ રસ્તામાં વિકાસનું પણ એજ પરિણામ આવ્યું જેની બીકથી તે ભાગી રહ્યો હતો. પોલીસે વિકાસનો વિનાશ કરી દીધો, તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો.

4 એન્કાઉન્ટરમાં લગભગ એક જેવી થિયરી
બિકરુ શૂટઆઉટ કેસમાં ત્રણ દિવસમાં આ ચોથુ અને 8 દિવસમાં છઠ્ઠુ એન્કાઉન્ટર છે. વિકાસ પહેલા ગુરુવારે તેના અંગત પ્રભાત ઝાનું કાનપુરમાં અને બઉઆ દુબેનું ઈટાવામાં એન્કાઉન્ટર કરાયું હતું. તેના એક દિવસ પહેલા બુધવારે વિકાસના રાઈટ હેન્ડ અને શાર્પ શૂટર અમર દુબે હમીરપુરમાં ઠાર મરાયો હતો. ચારેયના એન્કાઉન્ટરમાં લગભગ એક જેવી થિયરી સામે આવી છે કે તે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પહેલા વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડે અને સહયોગી અતુલ દુબેનું 3 જુલાઈએ જ એન્કાઉન્ટર થયું હતું.

કાનપુર શૂટઆઉટ કેસમાં અત્યાર સુધી શું થયું?

·         2 જુલાઈઃ વિકાસ દુબેની ધરપકડ કરવા માટે 3 પોલીસ સ્ટેશનની પોલીસે બિકરુ ગામમાં રેડ પાડી, વિકાસની ગેંગે 8 પોલીસકર્મીઓની હત્યા કરી

·         3 જુલાઈઃ પોલીસે સવારે 7 વાગ્યે વિકાસના મામા પ્રેમપ્રકાશ પાંડેય અને સહયોગી અતુલ દુબેનું એન્કાઉન્ટ કરી દીધું. 60 લોકો વિરુદ્ધ FIR કરી.

·         5 જુલાઈઃ પોલીસે વિકાસના નોકર અને ખાસ સાથી દયાશંકર ઉર્ફ કલ્લૂ અગ્નિહોત્રીને ઘેરી લીધો. પોલીસની ગોળી વાગવાથી દયાશંકર ઘાયલ થઈ ગયો હતો. તેને ઘટસ્ફોટ કર્યો કે પહેલાથી પ્લાનિંગ કરીને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

·         6 જુલાઈઃ પોલીસે અમરની મા ક્ષમા દુબે અને દયાશંકરની પત્ની રેખા સહિત 3ની ધરપકડ કરી. શૂટઆઉટની ઘટના વખતે પોલીસે બદમાશોથી બચવા માટે ક્ષમા દુબેનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ ક્ષમાએ મદદ કરવાની જગ્યાએ બદમાશોને પોલીસનું ઠેકાણું કહી દીધું, રેખા પણ બદમાશોની મદદ કરી રહી હતી. 

·         8 જુલાઈઃ STFએ વિકાસના અંગત અમર દુબેને ઠાર માર્યો. પ્રભાત મિશ્રા સહિત 10 બદમાશની ધરપકડ કરવામાં આવી 

·         9 જુલાઈઃ પ્રભાત મિશ્રા અને બઉઆ દુબે એન્કાઉન્ટરમાં માર્યા ગયા. વિકાસ દુબે ઉજ્જૈનથી ઝડપાયો 

·         10 જુલાઈઃ કાનપુર પાસે વિકાસ દુબે અથડામણમાં મરાયો 

 

adv

Related News

post
post
post
post
post
post
post