• Home
  • News
  • 2020માં ઇસરોનું પ્રથમ મિશનઃ:‘EOS-01’ સેટેલાઇટ 7 નવેમ્બરે લોન્ચ કરાશે, અંતરિક્ષથી રાખશે ‘દુશ્મન’ પર નજર
post

દુશ્મનો પર નજર રાખવામાં કારગત સાબિત થશે સેટેલાઇટ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 09:57:33

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) આ વર્ષનો પોતાનો પ્રથમ સેટેલાઇટ નવેમ્બરમાં લોન્ચ કરશે. આ સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 7 નવેમ્બરે બપોરે 3.02 મિનિટે લોન્ચ કરાશે. ઈસરોએ બુધવારે આ અંગે જાણકારી આપી હતી.

ઈસરોના જણાવ્યા અનુસાર, સેટેલાઈટ ‘'EOS-01' (અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)ને પીએસએલવી-સી49 રોકેટ દ્વારા લોન્ચ કરાશે. આ સાથે જ 9 કસ્ટમર સેટેલાઈટ પણ લોન્ચ કરવામાં આવશે. આ તમામને ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (એનએસઆઈએલ) સાથે એક કમર્શિયલ એગ્રીમેન્ટ અંતર્ગત લોન્ચ કરવામાં આવી રહ્યા છે.

દુશ્મનો પર નજર રાખવામાં કારગત સાબિત થશે સેટેલાઇટ
'EOS-01'
અર્થ ઓબ્ઝર્વેશન રિસેટ સેટેલાઈટની એક એડવાન્સ્ડ સિરીઝ છે. એના સિન્થેટિક અપર્ચર રડાર (એસએઆર)માં કોઈપણ સમયે અને મોસમમાં પૃથ્વી પર નજર રાખવાની ક્ષમતા છે. આ સેટેલાઈટ વાદળોની વચ્ચે પણ પૃથ્વી પર નજર રાખી શકે છે.

આ સેટેલાઈટથી ભારતીય સેનાને ઘણી મદદ મળશે. સેટેલાઈટની મદદથી ચીન સહિત તમામ દુશ્મનો પર નજર રાખવામાં સરળતા રહેશે. આ સાથે જ સેટેલાઈટનો ઉપયોગ ખેતી, ફોરેસ્ટ્રી અને પૂરની સ્થિતિ પર નજર રાખવા જેવી સિવિલ એપ્લિકેશ માટે પણ કરાશે.

પીએસએલવી-સી50ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ઈસરો
આ મિશન પછી તરત ઈસરો ડિસેમ્બરમાં જીસેટ-12આર કમ્યુનિકેશન સેટેલાઈટને પીએસએલવી-સી50 રોકેટ દ્વારા લોન્ચ કરવાની તૈયારીમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post