• Home
  • News
  • રિલીઝ પહેલા જ પ્રભાસની 'સાલાર' ફિલ્મનો ધમાકો, 'ટાઈગર-3'થી લઈને 'ડંકી'ને રાખી દીધી પાછળ
post

પહેલા અઠવાડિયામાં કોણ કોની પર ભારે પડશે એ કહેવુ ખૂબ મુશ્કેલ છે કેમ કે બંનેની અલગ ફેન ફોલોઈંગ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-31 19:20:11

મુંબઈ:  પ્રભાસ સ્ટારર અને પ્રશાંત નીલ ડાયરેક્ટેડ ફિલ્મ 'સાલાર: સીઝફાયર પાર્ટ 1' 22 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તેના ટીઝરે તો હજુ એક્શન-પેક્ડ વિશ્વની માત્ર એક નાની ઝલક રજૂ કરી છે. જેણે દર્શકોની વચ્ચે ફિલ્મને લઈને એક અલગ જ ઉત્સુકતા પેદા કરી દીધી છે. હવે ટીઝર આવવા બાદથી જ ઓડિયન્સ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જેનો પુરાવો ભારતની સૌથી મોટી ડિજિટલ ટિકિટ બુકિંગ એપ પર જોઈ શકાય છે જ્યાં આ ફિલ્મે મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં દર બીજી મોટી રિલીઝને પાછળ છોડી દીધી છે.

આ એપ તે લોકોની સંખ્યાને દેખાડે છે, જે એક ફિલ્મની રિલીઝમાં રસ રાખે છે અને તેની લિસ્ટમાં જોઈ શકાય છે કે પ્રભાસની સાલાર: સીઝફાયર પાર્ટ 1 ની રિલીઝ માટે 429.9 હજાર લોકો રસ રાખે છે. જ્યારે સલમાન ખાનની ટાઈગર 3 માં 271.1 હજાર, અલ્લૂ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ માં 120.3 હજાર અને શાહરૂખ ખાનની ડંકીમાં 97.5 હજાર લોકોએ રસ દેખાડ્યો. હવે હકીકતમાં આ તમામ ફિલ્મો મોટા બજેટની છે. પ્રભાસની આ મૂવીએ આ તમામ કરતા વધુ અંતરની સાથે ટોપ કર્યુ છે. તેનાથી સ્પષ્ટ જાણ થાય છે કે કેવી રીતે ફિલ્મ મોટા પડદે આવીને ધમાલ મચાવવાની છે.

સાલારે ટાઈગર અને પુષ્પાને પછાડી

સાલાર ભારતીય સિનેમાની બે સૌથી મોટી તાકાત, KGF નિર્દેશક પ્રશાંત નીલ અને બાહુબલી સ્ટાર પ્રભાસના પહેલા સહયોગનું પણ પ્રતીક છે. આ ફિલ્મ દ્વારા આ બંને દિગ્ગજો દ્વારા એક નવા યુનિવર્સને જન્મ આપવાની તૈયારી છે, જે હકીકતમાં દર્શકો માટે એક ક્યારેય ન જોવામાં આવેલો સિનેમેટિક એક્સપીરિયન્સ હશે. હોમ્બલે ફિલ્મ્સ, સાલાર: સીઝફાયર પાર્ટ 1 માં પ્રભાસની સાથે પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ હશે. પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 22 ડિસેમ્બર 2023એ થિયેટર્સમાં રિલીઝ થશે. 

શાહરૂખ ખાન સાથે થશે પ્રભાસની ટક્કર 

પહેલા આ ફિલ્મ સપ્ટેમ્બર 2023માં રિલીઝ થવાની હતી પરંતુ તેની ડેટ પોસ્ટપોન થઈ ગઈ. સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં તેને પોસ્ટપોન કરી દેવાઈ. તર્ક આપવામાં આવ્યો કે પોસ્ટ પ્રોડક્શન બાકી છે. પછી તેની નવી રિલીઝ ડેટ આવી જે 22 ડિસેમ્બર છે. પરંતુ આ સાથે જ ડંકી પણ આવી રહી છે. દરમિયાન બંનેની જોરદાર ટક્કર થશે. પહેલા અઠવાડિયામાં કોણ કોની પર ભારે પડશે એ કહેવુ ખૂબ મુશ્કેલ છે કેમ કે બંનેની અલગ ફેન ફોલોઈંગ છે.



adv

Related News

post
post
post
post
post
post
post