• Home
  • News
  • ભગવાન શ્રીકૃષ્ણની દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઈ શકશે; પેસેન્જર સબમરીન 300 ફૂટ ઊંડે લઈ જશે
post

કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. આ યોજનાઓમાં કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોરને મહત્ત્વ અપાયું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-12-25 19:02:47

હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરીના દર્શન હવે થઇ શકશે. મૂળ દ્વારકાની મુલાકાતે ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં પેસેન્જર સબમરીન દોડાવવા જઈ રહી છે. 

દ્વારકા નગરી જે દરિયામાં ડૂબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટ શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયુ સાઇન કર્યા છે. આ પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. 

સબમરીની વિશેષતાઓ 

  • સબમરીનનું વજન લગભગ 35 ટન હશે
  • સબમરીનમાં એક સાથે 30 લોકો બેસી શકશે, જેમાં 2 ડાઇવર અને એક ગાઇડ હશે.
  • જેમાં બે હરોળમાં 24 મુસાફરો બેસશે. 2 ડાઈવર, 2 પાઇલટ,1 ગાઈડ અને 1 ટેકનિશિયન હશે.
  • દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી 300 ફૂટની ઉંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતા સરળતાથી જોઈ શકાય.
  • ઓપરેટિંગ એજન્સી મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપશે. તેમનું ભાડું ટિકિટમાં સામેલ કરવામાં આવશે.
  • તેમાં કુદરતી પ્રકાશની જોગવાઈ હશે. કોમ્યુનિકેશન સિસ્ટમ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી સુવિધાઓ પણ હશે. 
  • મૂળ દ્વારકાની મુલાકાતે લાવવામાં આવેલ સબમરીન પ્રોજેક્ટ

    કેન્દ્ર સરકાર દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે. આ યોજનાઓમાં કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, અયોધ્યા, કેદારનાથ, સોમનાથ અને દ્વારકા કોરિડોરને મહત્ત્વ અપાયું છે. 

    મૂળ દ્વારકા (બેટ દ્વારકા)ની મુલાકાત લેવા માટે દ્વારકા કોરિડોર હેઠળ સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો છે. અરબી સમુદ્રમાં સૌથી મોટો કેબલ બ્રિજ બેટ દ્વારકામાં જ બનાવવામાં આવી રહ્યો છે, જે જન્માષ્ટમી આસપાસ શરૂ થશે.


adv

Related News

post
post
post
post
post
post
post