• Home
  • News
  • દેશમાં દર 245મી વ્યક્તિનું નામ 'રામ', નેપાળમાં 'શત્રુઘ્ન' નામ વધુ લોકપ્રિય, જાણો ભગવાન પર રખાતા જાણીતા નામ
post

ભારત સિવાય કંબોડિયા, ફિજી, માડાગાસ્કર, શ્રીલંકા સહિતના દેશોમાં લોકો 'રામ' નામ રાખવાનું પસંદ કરે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-17 19:50:23

ભગવાન રામનું નામ સર્વોપરી હોવાની સાથે જ લોકપ્રિય પણ છે. ફોરબિયર્સ ડૉટ ઈન વેબસાઈટના અનુસાર, દેશમાં રામ નામ નંબર એક પર છે. 2021 સુધી ભારતની વસ્તી 140.76 કરોડના અનુસાર દેશમાં દર 245મી વ્યક્તિનું નામ 'રામ' પર છે. દુનિયાની વાત કરીએ તો 57 લાખ 43 હજાર 68 લોકોના નામ 'રામ' છે. લોકપ્રિય નામોમાં આ દુનિયામાં 58માં નંબરે છે. વિશ્વની વસ્તી વર્ષ 2021માં 788.84 કરોડ હતી. ત્યારે પણ દુનિયાભરમાં દર 1373મી વ્યક્તિનું નામ રામ હતું. ભારત સિવાય કંબોડિયા, ફિજી, માડાગાસ્કર, શ્રીલંકા સહિતના દેશોમાં લોકો 'રામ' નામ રાખવાનું પસંદ કરે છે.

સીતાનું નામ દુનિયામાં 325માં નંબર પર

રામાયણ કાળના હજારો વર્ષ બાદ કળિયુગમાં પણ લોકો પોતાના બાળકોના નામ રામાયણથી જોડાયેલા પાત્રો પર રાખી રહ્યા છે. દેશ-દુનિયામાં 19 લાખથી વધુ મહિલાઓ અને યુવતીઓના નામ માતા-સીતાના નામ પર રખાયા છે. લોકપ્રિય નામ તરીકે સીતા દુનિયામાં 325માં સ્થાને છે. ભારત સિવાય નેપાળમાં પણ લોકો દીકરીનું નામ સીતા રાખવાનું પસંદ કરે છે. આશ્ચર્યજનક વાત એ છે કે, 227 લોકો એવા પણ છે જેમણે પોતાની દીકરીનું નામ મંથરા રાખ્યું છે. 

કૌશલ્યાની તુલનામાં ઉર્મિલા અને સુમિત્રા વધુ લોકપ્રિય

ભગવાન રામને જન્મ આપનારાની માંગ કૌશલ્યાની સરખામણીમાં ઉર્મિલા અને સુમિત્રા નામ વધુ લોકપ્રિય છે. દુનિયામાં ઉર્મિલા નામ 453માં અને સુમિત્રા 516માં સ્થાને છે. કૌશલ્યા નામ 2233માં સ્થાને છે. કૌશલ્યા નામ શ્રીલંકામાં પણ અનેક મહિલા છે. લક્ષ્મણનું નામ 1645માં સ્થાને છે. નેપાળમાં લોકો પોતાના બાળકોના નામ શત્રુઘ્ન રાખવાનું પસંદ કરે છે. દુનિયામાં 17538 લોકોના નામ રાવણ, 10289ના વિભીષણ અને 14 લોકોના મેઘનાદના નામ પર છે. 27,592ના નામ કૈકેયી છે. ચીનમાં પણ અનેક લોકોએ આ નામ રાખ્યું છે.

દેવી-દેવતા પર રખાતા અન્ય લોકપ્રિય નામ

મોહન, શંકર, ગોપાલ, ગણેશ, મહેશ, શિવ, નારાયણ, હરિ, જગદીશ અને વિષ્ણુ નામ પણ ભારતમાં સામાન્ય છે. દુનિયાના પસંદગીના નામની યાદીમાં ભારતીય દેવી લક્ષ્મી 290માં, રાધા 456માં, દુર્ગા 857માં અને પાર્વતી 3129માં સ્થાને છે. 

પનકી મંદિરના મહંત કૃષ્ણદાસ મહારાજ કહે છે કે, માન્યતા છે કે દેવતાઓના નામો પર બાળકોના નામ રાખવાથી ભગવાનનું સ્મરણ થતું રહે છે. સમય ભલે બદલાયો હોય પરંતુ આજે પણ બાળકોના નામ દેવી-દેવતાના નામ રાખવાનું પસંદ કરે છે.

સિદ્ધનાથ મંદિરના બાલયોગી અરૂણ પુરી ચૈતન્ય પણ કહે છે કે, લોકોના વ્યક્તિત્વમાં તેમના નામની ઘણી અસર થાય છે. તેમાં બાળકોના નામ રાખતા સમયે ઘણી સજાગતા રાખવી જોઈએ. આપણા ધાર્મિક નામ સદૈવ લોકપ્રિય રહેશે. રામનું નામ લેવાથી મનને શાંતિ મળે છે.

adv

Related News

post
post
post
post
post
post
post