• Home
  • News
  • અમેરિકામાં ઉપલબ્ધ વેક્સિનના તમામ ડોઝ એકસાથે રિલીઝ કરશે બાઈડન, UKએ મોડર્નાની વેક્સિનને મંજૂરી આપી
post

દુનિયામાં અત્યાર સુધીમાં 8.86 કરોડથી વધુ કેસ નોંધાયા, 19.09 લાખ લોકો મૃત્યુ પામ્યા, 6.37 કરોડ સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:45:34

અમેરિકામાં ટૂંક સમયમાં જ લોકો સુધી વેક્સિન પહોંચાડવા માટે પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડને નવો પ્લાન તૈયાર કર્યો છે. તેઓએ સ્ટોકમાં રાખવામાં આવેલી કોરોના વેક્સિનના તમામ ડોઝ એકસાથે રિલીઝ કરવાના આદેશ આપ્યાં છે. કહ્યું કે વેક્સિનનો સ્ટોક કરીને નહીં રાખવામાં આવે. જેમ-જેમ વેક્સિન આવશે તેમ-તેમ જરૂરિયાતમંદોને લગાડવામાં આવશે. બાઈડન ટ્રાંઝિટ ટીમે શુક્રવારે આ જાણકારી આપી. ટ્રાંઝિટ ટીમના પ્રવક્તા ટીજે ડક્લોએ જણાવ્યું કે જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક વેક્સિન લાગી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. જેમાં સપ્લાઈ ચેનમાં ક્યાંયથી પણ અડચણ નહીં આવે. તેનાથી વિરૂદ્ધ ટ્રમ્પ પ્રશાસને વેક્સિનના ઘણાં ડોઝ હોલ્ડ કરવાના આદેશ આપ્યા હતા. તેમનો હેતુ હતો કે જેઓને પહેલો ડોઝ લગાડવામાં આવી રહ્યો છે, સમય રહેતાં તેને બીજો ડોઝ લાગી શકે. વેક્સિન ઉપલબ્ધ ન હોવાને કારણે બીજા ડોઝમાં મોડું ન થાય. અમેરિકી સરકારની પાસે હાલ 2 કરોડ 14 લાખથી વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જેમાંથી 59 લાખ 19 હજાર લોકોને પહેલો ડો લગાડવામાં આવ્યો છે. પહેલો ડોઝ લાગ્યાં તેના 28 દિવસ બાદ બીજો ડોઝ લગાડવામાં આવશે.

UKમાં મોડર્નાને મંજૂરી
અમેરિકાની દવા કંપની મોર્ડનાની કોરોના વેક્સિનને બ્રિટને મંજૂરી આપી છે. સાથે તેના એક કરોડ ડોઝનો ઓર્ડર પણ આપ્યો છે. બ્રિટનમાં આ ત્રીજી વેક્સિન છે જેને સરકારે મંજૂરી આપી છે. આ પહેલા ફાઈઝર અને ઓક્સફોર્ડની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. બ્રિટન મેડિકલ રેગ્યુલેટરે શુક્રવારે આ જાણકારી આપી છે.

મોર્ડના વેક્સિનની એફિકેસી રેટ 94.1% છે. વેક્સિન લીધા પછી દર્દીઓને તાવ, માથાનો દુખાવો અને થાકની ફરિયાદ હતી. પરંતુ તે ખતરનાક નથી. બ્રિટન અત્યાર સુધીમાં 12 લાખ 96 હજાર 432 લોકોને વેક્સિન આપી ચૂક્યું છે. તેમાથી 21 હજાર 313 લોકો એવા પણ છે જેઓને વેક્સિનના બન્ને ડોઝ અપાયા છે.

દુનિયામાં અત્યાર સુધીમાં 8.86 કરોડથી વધુ કેસ
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 8.86 કરોડથી વધુ પહોંચી છે. 6કરોડ 37 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 19 લાખ 09 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. ગુરુવારે રાત્રે બ્રિટન સરકારે એક કડક નિર્ણય લીધો હતો. અન્ય દેશોમાંથી આવતા નાગરિકો માટે કોવિડ-19 ટેસ્ટ ફરજિયાત કરાયો છે. અગાઉ આ નિયમ કેટલીક શરતો સાથે અમલમાં હતો.

બ્રિટન સરકારનો નવો આદેશ

બ્રિટનની બોરિસ જોનસન સરકારે ગુરુવારે રાત્રે જાહેર કરેલા એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે હવે અન્ય દેશોમાંથી આવતા દરેક નાગરિકને કોવિડ-19 ટેસ્ટ કરાવવો જ પડશે. તેમાં બ્રિટિશ નાગરિકો પણ સામેલ છે. પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે કહ્યું કે- આ નિયમ સોમવારથી લાગુ થશે. ફક્ત 72 કલાક પહેલા જ જાહેર કરવામાં આવેલા રિપોર્ટ જ માન્ય રહશે. તે મુસાફર કયા દેશમાંથી આવ્યો છે તેનું પણ ધ્યાન રાખવામા આવશે. જો કોઈ વ્યક્તિ આગમન સમયે પોઝિટિવ મળી આવે છે, તો તેને 10 દિવસ માટે ક્વોરંટાઈન રહેવું પડશે.

બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુઆંક 2 લાખને પાર થયો
ગુરુવારે બ્રાઝિલમાં સંક્રમણની બીજી લહેરનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું. અહીં મૃત્યુઆંક 2 લાખને પાર થઈ ગયો છે. બ્રાઝિલિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 87 હજાર 843 કેસ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 1 હજાર 524 લોકોનાં મૃત્યુ થયાં. હવે આરોગ્ય મંત્રાલય દ્વારા તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ સંક્રમિતના ક્વોરંટાઈન પર સખત દેખરેખ રાખવામાં આવશે.

6 થી 12 મહિનામાં ફરીથી કરવું પડશે વેક્સિનેશન
યુકેના આરોગ્ય પ્રધાન મેટ હનૂકે કહ્યું છે કે દર્દીઓએ 6 થી 12 મહિનાની વચ્ચે ફરીથી વેક્સિનેશન કરાવવું પડી શકે છે. હાઉસ ઓફ કોમન્સની આરોગ્ય સમિતિની સામે નિવેદનમાં હનુકે કહ્યું કે- અમે હાલમાં કહી શકતા નથી કે આ વેક્સિન લગાવાઈ રહી છે તે કેટલો સમય અસરકારક રહેશે. એક અંદાજ મુજબ, દર્દીઓએ 6 થી 12 મહિનાની વચ્ચે ફરીથી વેક્સિનેશનમાંથી પસાર થવું પડી શકે છે. બ્રિટન સરકાર 12 અઠવાડિયા પછી વેક્સિનનો બીજો ડોઝ લગાવવાના નિર્ણયનો બચાવ કર્યો છે કહ્યું- જેનાથી આ બાકીના લોકોને પ્રથમ ડોઝ સરળતાથી મળી જશે.

ઈઝરાઇલની મહત્વની જાહેરાત
ઇઝરાઈલના વડાપ્રધાન બેંજામિન નેતાન્યાહુએ કહ્યું કે માર્ચ સુધીમાં દેશમાં 16 વર્ષથી વધુની ઉમરના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આપાઈ પાસે સર્વશ્રેષ્ઠ આરોગ્યની વ્યવસ્થાઓ છે. અમે ઈચ્છીએ છીએ કે પહેલા વેક્સિન વૃદ્ધોને મળે. અમે આપની વ્યવસ્થા દ્વારા માર્ચ સુધીમાં 16 વર્ષથી વધુની વયના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post