• Home
  • News
  • ધોરણ 10 અને 12ના બાકીના 29 વિષયની પરીક્ષા તો યોજાશે જ : CBSE
post

1 એપ્રિલના સર્ક્યુલર અનુસાર 12માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-30 10:04:39

નવી દિલ્હી: CBSEએ કહ્યું છે કે લૉકડાઉનના કારણે અધવચ્ચે સ્થગિત થઈ જવાને કારણે 10મા અને 12માના જે વિષયોની પરીક્ષાઓ ન લેવાઈ શકી તેને હાલ રદ કરવામાં આવી નથી. સીબીએસઈએ બુધવારે કહ્યું કે બાકીના વિષયોની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય 1 એપ્રિલે લેવાયો હતો અને તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. બાકીના તમામ 29 વિષયોની પરીક્ષાઓનું આયોજન કરાશે.

સીબીએસઈ સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યું કે 1 એપ્રિલના સર્ક્યુલર અનુસાર 12માની પરીક્ષા લૉકડાઉન હટવા અને આગળની સ્થિતિના હિસાબે પ્લાન કરાશે. પરીક્ષાનું આયોજન ક્યારે થશે તેની માહિતી 10 દિવસ પહેલાં અપાશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post