• Home
  • News
  • સલમાન રશ્દી પરના હુમલાને નજરે જોનારની વાત:કહ્યું- 20 સેકન્ડમાં 15 વાર છરીથી હુમલો કર્યો, કોઈને કંઈ સમજાયું જ નહીં
post

રશ્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-13 18:50:43

લેખક સલમાન રશ્દી ન્યૂયોર્કની હોસ્પિટલમાં મૃત્યુ સામે ઝઝૂમી રહ્યા છે. બીજા દિવસે પણ તેમની સ્થિતિ નાજુક છે. હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે ન્યૂયોર્કમાં તેના પર જીવલેણ હુમલો થયો હતો. તેઓ અહીં એક લાઈવ ઈન્ટરવ્યુ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.

ઘટનામાં હાજર રહેલા એક પ્રત્યક્ષદર્શી ચાર્લ્સ સેવેનરે જણાવ્યું હતું કે સ્ટેજ પર દોડતી એક વ્યક્તિ ઉપર ચડ્યો અને રશ્દીના ગળાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકો કંઈક સમજી શકે ત્યાં સુધીમાં તો હુમલાખોરે 20 સેકન્ડની અંદર તેમના ગળા પર લગભગ 10-15 વખત છરીના ઘા મારીને હુમલો કર્યો હતો.

હુમલાખોર કાળાં કપડાં પહેરીને આવ્યો હતો
અન્ય એક પ્રત્યક્ષદર્શી કેથલીન જોન્સે એસોસિયેટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હુમલાખોર કાળાં કપડાં પહેરીને આવ્યો હતો અને માસ્ક પણ પહેર્યું હતું. અહેવાલો અનુસાર, ઘટના પછી રશ્દી સ્ટેજ પર પડી ગયા હતા, જ્યાં એક ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી હતી અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે જે સમયે ઘટના બની એ સમયે હોલમાં લગભગ 4 હજાર લોકો હાજર હતા.

લોકોએ પહેલા માર માર્યો, પછી પોલીસને હવાલે કર્યો
સ્થળ પર હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન લોકોએ આરોપી હુમલાખોરને પકડી લીધો અને પછી તેને મારવાનું શરૂ કર્યું હતુ. આ દરમિયાન આરોપી ભાગવા લાગ્યો હતો, જે બાદ તેને લોકોએ પકડ્યો હતો અને પછી તેને પોલીસને હવાલે કર્યો હતો.

ન્યૂયોર્ક પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. તેની ઓળખ 24 વર્ષીય હાદી માતર તરીકે થઈ છે. પોલીસ તેના વિશે વધુ માહિતી મેળવવા માટે તપાસ એજન્સી એફબીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો છે. હુમલાખોરે હુમલો શા માટે કર્યો? અને કોના ઈશારે આ હુમલો કર્યો? એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

રશ્દીને 10 વર્ષથી પોલીસ સુરક્ષા હેઠળ હતા
રશ્દી લગભગ 10 વર્ષથી પોલીસ સુરક્ષા હેઠળ હતા. 1998માં ઈરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ ખાતમીએ કહ્યું- હવે અમે રશ્દીની હત્યા કરવાનું સમર્થન કરતા નથી. જોકે ફતવો હજુ પાછો ખેંચાયો નથી. રશ્દીએ આ વિશે એક સંસ્મરણ 'જોસેફ એન્ટન' પણ લખ્યું હતું. ત્યારથી રશ્દી ન્યૂયોર્કમાં શાંતિની જિંદગી જીવી રહ્યા હતા. 2019માં તેમણે તેમની નવી નવલકથા Quihote લખી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post