• Home
  • News
  • ખેડૂત આંદોલનનો 33મો દિવસ:ખેડૂતોની 4 શરતો સાથે વાતચીતના પ્રપોઝલ પર સરકાર આજે જવાબ આપી શકે છે
post

કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતો 32 દિવસથી દિલ્હી બોર્ડર પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-28 10:58:43

કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 33મો દિવસ છે. ખેડૂતોએ વાતચીત ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરતા શનિવારે સરકારને ચિઠ્ઠી લખી હતી. ખેડૂતોએ મંગળવારે 11 વાગ્યે મીટિંગ કરવાનો સમય આપ્યો હતો. તેમણે 4 શરતો પર રાખી હતી. ખેડૂતોની ચિઠ્ઠી પર સરકાર આજે જવાબ આપે તેવી શક્યતા છે.

ખેડૂતોની 4 શરતો
1.
ત્રણ કૃષિ કાયદાને પાછા લેવાની શક્યતા પર વાતચીત થાય
2.
મિનિમમ સપોર્ટ પ્રાઈઝ(MSP)ની કાયદાકીય ગેરંટી વાતચીતના એજન્ડામાં રહે.

3. કમિશન ફોર ધ એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓર્ડિનેન્સ હેઠળ સજાના પ્રોવિજન ખેડૂત પર લાગૂ ન થાય.ઓર્ડિનેન્સમાં સુધારો કરીને નોટિફાઈ કરવામાં આવે ઈલેક્ટ્રિસિટી અમેન્ડમેન્ટ બિલમાં ફેરફારનો મુદ્દો પણ વાતચીતના એજન્ડામાં સામેલ થવો જોઈએ.

કેજરીવાલ બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે સાંજે સિંધુ બોર્ડર પહોંચીને ખેડૂતોની મુલાકાત કરી. તે એક મહિનામાં બીજી વખત સિંધુ બોર્ડર પહોંચ્યા. તેમની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ હતા. ખેડૂતોને મળીને કેજરીવાલે કહ્યું કે, કેન્દ્ર સરકારને ખેડૂતો સાથે ઓપન ડિબેટ કરવાનો પડકાર આપું છું. આનાથી સ્પષ્ટ થઈ જશે કે આ કાયદો કેવી નુકસાન પહોંચાડશે.

મનકીબાત વખતે ખેડૂતોએ થાળી વગાડી
ખેડૂતોએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમનો વિરોધ થાળી વગાડીને વિરોધ કર્યો. ભારતીય કિસાન યૂનિયન(BKU)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જેવી રીતે PMએ કહ્યું હતું કે, કોરોના થાળી વગાડવાથી ભાગી જશે, એ જ રીતે ખેડૂત પણ થાળી વગાડી રહ્યાં છે જેથી કૃષિ કાયદાને ભગાડી શકાય.

પંજાબના વકીલે સુસાઈડ કર્યું
કૃષિ કાયદાના વિરોધમાં દેશભરના ખેડૂતો 32 દિવસથી દિલ્હી બોર્ડર પર છે. પંજાબના સિનિયર એડવોકેટ અમરજિત રાયે દિલ્હીમાં આત્મહત્યા કરી હતી. તેઓ પંજાબના ફઝિલ્કા જિલ્લાના રહેવાસી છે. ટીકરી બોર્ડરથી 5 કિમી દૂર જઈ તેમણે ઝેર ખાઈ લીધું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post