• Home
  • News
  • ખેડૂતોની જાહેરાત - મોદી ‘મન કી બાત’ કરશે ત્યારે અમે તાળી-થાળી વગાડીશું; એક-બે દિવસમાં કૃષિ મંત્રી મળશે
post

યુપીમાં કાર્યવાહીથી ખેડૂતો લાલઘૂમ, કહ્યું- હાઈ વેની બીજી લેન બંધ કરીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-21 11:02:55

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને ખેડૂતો વચ્ચે સોમવારે કે મંગળવારે બેઠક યોજાઈ શકે છે. આ વાત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બંગાળમાં કરી હતી. બીજી તરફ, દિલ્હીમાં ખેડૂતોએ છેલ્લા 25 દિવસમાં ઠંડી અને દુર્ઘટનાઓમાં જીવ ગુમાવી ચૂકેલા 33 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપતા શ્રી ગુરુ તેગ બહાદુરજીનો શહીદી દિવસ મનાવ્યો હતો. ખેડૂત નેતાઓએ કુંડલી સરહદે બેઠક પછી જાહેરાત કરી હતી કે, જ્યારે વડાપ્રધાન મોદી મન કી બાતકરશે, ત્યારે અમે દેશભરમાં તાળીઓ અને થાળીઓ વગાડીશું. ખેડૂતોએ આગામી દસ દિવસની યોજના જણાવતા પણ કહ્યું કે, સોમવારે પણ અમે તમામ આંદોલન સ્થળે 24-24 કલાકની ક્રમિક ભૂખ હડતાળ શરૂ કરીશું. સરકાર આ ત્રણેય કૃષિ કાયદા રદ નહીં કરે, ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે.

આ બધાની વચ્ચે PM નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના ગુરુદ્વારા રકાબગંજ સાહિબ પહોંચ્યા. અહીં તેમણે શિશ ઝુકાવ્યું. તેમનું અહીં આવવાનું પહેલાથી નક્કી ન હતું. તે અચાનક ગુરુદ્વારા પહોંચ્યા હતા.

તો આ તરફ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત આજે શહીદી દિવસ મનાવશે. તો આ દરમિયાન ધરણા સ્થળ અને આખા પંજાબમાં શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઘણા કાર્યક્રમ વિશેષ હશે. ભારતીય ખેડૂત યૂનિયનના ચીફ સેક્રેટરી માંગે રામ ત્યાગીએ આ માહિતી આપી.

NDAમાં સામેલ પક્ષ સાથે ખેડૂત નેતાઓ મુલાકાત કરશે

·         23 ડિસેમ્બરે ખેડૂત દિવસ છે. ખેડૂત સંગઠનોએ અપીલ કરી છે કે, એ દિવસે દેશભરના લોકો એક દિવસ ઉપવાસ રાખશે.

·         26 અને 27 ડિસેમ્બરે ખેડૂત નેતાઓ એનડીએમાં સામેલ પક્ષના નેતાઓને મળીને તેમને અપીલ કરશે કે, તેઓ સરકાર પર દબાણ લાવે અને ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચાવે. આવું નહીં કરે તો તેમની વિરુદ્ધ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારાશે.

·         હરિયાણામાં 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ ફ્રી કરાશે.

·         અદાણી-અંબાણીનો બહિષ્કાર જારી રહેશે.

યુપીમાં કાર્યવાહીથી ખેડૂતો લાલઘૂમ, કહ્યું- હાઈ વેની બીજી લેન બંધ કરીશું

·         યુપીના ખેડૂતોના ટ્રેક્ટર-ટ્રોલીઓ સરકાર જપ્ત કરી રહી છે. સરકાર આવું કરવાનું બંધ નહીં કરે, તો ગાઝીપુર હાઈવે બંધ કરી દઈશું.

·         ખેડૂતોએ કહ્યું- સરકાર કારણ વિના મોડું કરી રહી છે. ઠંડી વધવાની સાથે વૃદ્ધોના મૃત્યુ પણ વધી ગયા છે.

·         ખેડૂતોનો અાક્ષેપ- ફેસબુકે કિસાન એકતા મોરચાનું એકાઉન્ટ બ્લોક કર્યું. જોકે ફેસબુકે સોશિયલ મીડિયા પર ભારે ટીકા બાદ એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું.

પંજાબથી આવેલા વોલેન્ટિયર્સના એક ગ્રુપે સિંધુ બોર્ડર પર પાઘડી લંગર શરૂ કર્યું છે. અહીં ખેડૂતોને ફ્રીમાં પાઘડી બાંધવામાં આવી રહી છે. વોલેન્ટિયર્સ પાઘડી પણ પોતાની સાથે લાવ્યા છે. એ પણ મફતમાં આપવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે અમે પણ લોકોને જણાવી રહ્યાં છે કે પાઘડી કેવી રીતે બંધાય છે.


ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે

પંજાબના એક ટેટૂ આર્ટિસ્ટે આંદોલન વાળા સ્થળે સ્ટોલ લગાવ્યા છે. અહીં ખેડૂતોને ફ્રીમાં ટેટૂ બનાવી આપવામાં આવે છે. ટેટૂ બનાવી રહેલા રવિન્દ્ર સિંહે જણાવ્યું કે, આ પહેલનો હેતું ખેડૂતોને મોટિવેટ કરવાનો છે. આનાથી આ આંદોલન તેમના માટે યાદગાર બની જશે.

રવિન્દ્રએ જણાવ્યું કે, લુધિયાનાથી આવીને ખેડૂતોના હાથ પર ટેટૂ બનાવી રહ્યો છું. આ પણ સમર્થન આપવાની એક રીત છએ. અત્યાર સુધી 30 ખેડૂતોએ ટેટૂ બનાવડાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકોએ ટ્રેક્ટર, પાક, પંજાબનો નકશો અને મોટિવેશનલ ક્વોટ બનાવડાવ્યા છે.

પંજાબની હોસ્પિટલથી સ્ટાફ પહોંચ્યો
પંજાબની અલગ અલગ હોસ્પિટલના મેડિકલ સ્ટાફ ખેડૂતોની મદદ માટે પહોંચી રહ્યો છે. તેમનું કહેવું છે કે અમે અહીં ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. લુધિયાણાની એક હોસ્પિટલમાં નર્સ હર્ષદીપ કૌરે જણાવ્યું કે, જો કોઈ બિમાર પડે છે તો અમે તેની સારવાર માટે તૈયાર છીએ.

રાજસ્થાનમાં પણ આંદોલને જોર પકડ્યું
કૃષિ કાયદાના વિરોધમાં રાજસ્થાનમાં પણ 12 ડિસેમ્બરથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. અલવરના શાહજહાંપુર ખેડા હરિયાણા બોર્ડર પર 30x15ફુટના ટેન્ટ શરૂ થઈને તેનો વિસ્તાર હવે લગભગ એક કિમી સુધી ફેલાઈ ચૂક્યો છે.

રાજસ્થાનમાં થઈ રહેલા આંદોલનમાં હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને ખેડૂત પણ સામેલ થયા છે. તેમના માટે ટેન્ટ લગાડવામાં આવ્યા છે. અહીં રાતનો પારો ચાર ડિગ્રી સેલ્સિયસથી નીચે જવા માંડ્યો છે. ખેતરમાં ઝાકળની બૂંદ જામવા લાગી છે, પણ ખેડૂતો અડગ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post