• Home
  • News
  • 35 વર્ષીય ફાતિમા 105 દિવસ વેન્ટિલેટર પર રહી, હવે પહેલાંની જેમ ક્યારેય શ્વાસ લઈ શકશે નહીં
post

6 માર્ચે મોરોક્કોથી પરત આવ્યા બાદ પતિ-પત્નીને કોરોનો થયો, 12 માર્ચના રોજ બ્રિટનની સાઉથહેમ્પટન હોસ્પિટલમાં દાખલ થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-21 11:42:34

લંડન: બ્રિટનમાં કોરોનાના દર્દીનો એક કેસ સામે આવ્યો છે. 35 વર્ષીય ફાતિમા બ્રાઈડલ 130 દિવસ સુધી કોરોના સામે ઝઝૂમતી રહી હતી. હાલમાં જ ફાતિમાની રિકવરી વોર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફાતિમા તથા તેના પતિ ટ્રેસીને મોરોક્કોથી પરત આવ્યા બાદ કોરોના થયો હતો. તેઓ છ માર્ચના રોજ બ્રિટન આવ્યા હતાં. સૌ પહેલાં પતિ ટ્રેસીમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને પછી ફાતિમાને કોરોનો થયો હતો.

12 માર્ચના રોજ બંનેને બ્રિટનની સાઉથહેમ્પટન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. પતિ થોડાં સમયમાં જ રિકવર થઈ ગયો હતો પરંતુ ફાતિમા 130 દિવસમાંથી 105 દિવસ વેન્ટિલટર પર રહી હતી. આટલાં લાંબા સમય બાદ હવે ફાતિમા વાત કરી શકે છે અને ચાલી પણ શકે છે. રિકવરી પર ફાતિમાએ કહ્યું હતું કે આ એક સપના જેવું છે. 

40 દિવસ કોમામાં રહી, દવાઓની અસર ના થઈ
ફાતિમાએ કહ્યું હતું કે તેને નવું જીવન આપનાર દરેક નર્સ તથા ડૉક્ટર્સનો તે આભાર વ્યક્ત કરે છે. તે ઘણી જ ખુશ છે. ફાતિમાને દાખલ કર્યાં બાદ 18 માર્ચ સુધી અનેક એન્ટી બાયોટિક્સ આપવામાં આવી હતી પરંતુ તેની પર કોઈ અસર થઈ નહોતી. ત્યારબાદ તેને ICUમાં શિફ્ટ કરવામાં આવી હતી. અહીંયા ફાતિમા 40 દિવસ સુધી કોમામાં રહી હતી. ફાતિમાને કોવિડ 19, ન્યુમોનિયા તથા સેપ્સિસ એમ ત્રણ બીમારીઓ હતી.

ફેફસાંની ટ્રીટમેન્ટ બાદ શ્વાસ લેવાની તકલીફ દૂર થઈ
ફેફસાંમાં ફેલાયેલા ચેપને દૂર કરવા માટે મોંમાં નળી નાખવામાં આવી હતી અને તેમાં સેલાઈન વોટર નાખીને ફેફસાંને સાફ કરવામાં આવ્યા હતાં. આવું કર્યાં બાદ ફાતિમા ધીમે ધીમે શ્વાસ લઈ શકતી હતી. હવે પરિસ્થિતિમાં 70 ટકાનો સુધારો થયો છે. પતિ-પત્ની લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યાં હતાં. 

પહેલાંની જેમ ક્યારેય શ્વાસ લઈ શકશે નહીં
પૂર્વ સૈનિક ટ્રેસીએ કહ્યું હતું કે તેની પત્ની જે રીતે સાજી થઈ તે ચમત્કારથી ઓછું નથી. તે પત્નીને મળવા માટે પોતાની જાતને રોકી શકે તેમ નથી. કોવિડ 19ની અસર લાંબા સમય સુધી રહી. એપ્રિલ મહિનામાં જ ફાતિમા કોવિડ 19થી મુક્ત થઈ ગઈ હતી. જોકે, તેને ન્યુમોનિયાની બીમારી હતી. જ્યારે ફાતિમા બોલી શકવાની સ્થિતિમાં આવી ત્યારે તેણે સૌ પહેલાં પતિને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ફાતિમાને ખ્યાલ જ નથી કે તેની સાથે આ સમય દરમિયાન શું-શું બન્યું હતું.

ટ્રેસીના મતે, ફાતિમાનું એક ફેફસું ડેમેજ થઈ ગયું છે અને તે પહેલાંની જેમ ક્યારેય શ્વાસ લઈ શકશે નહીં. તે 2016માં તેને મળ્યો હતો અને તેમને ચાર સંતાનો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post