• Home
  • News
  • પ્રતિબંધ લંબાવાયો:FBએ USમાં રાજકીય જાહેરાત પર પ્રતિબંધ એક મહિનો લંબાવ્યો
post

ખરેખર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 3 નવેમ્બરે પૂરું થઈ ગયું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-13 11:12:51

અમેરિકામાં ફેસબુકે રાજકીય જાહેરાતો પર એક મહિના માટે પ્રતિબંધ વધારી દીધો છે. કંપનીએ કહ્યું કે ચૂંટણીમાં સુરક્ષા માટે સામાજિક અને રાજકીય મુદ્દાઓ સંબંધિત જાહેરાતો પર અસ્થાયી પ્રતિબંધ ચાલુ રહેશે જેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટી માહિતીઓનો ફેલાવો રોકી શકાય. જાહેરાત આપનારાઓ આશા રાખી શકે છે કે આગામી મહિને આ પ્રતિબંધ ખતમ થઈ જશે. સંભવ છે કે તેના પહેલાં પણ થઈ જાય.

ખરેખર અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન 3 નવેમ્બરે પૂરું થઈ ગયું છે. તેના પછી મતગણતરીના રુઝાનોમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડેન વર્તમાન રાષ્ટ્રપતિ અને ડોનાલ્ડ ટ્રમ્પ પર નિર્ણાયક લીડ મેળવી ચૂક્યા છે. તેમ છતાં ટ્રમ્પ પરાજય સ્વીકારી રહ્યા નથી. તે સત્તા હસ્તાંતરણ માટે તૈયાર નથી. તેના બદલે ટ્રમ્પે આરોપ મૂક્યો છે કે મીડિયા અને સોશિયલ મીડિયા ચૂંટણીને પ્રભાવિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર કહે છે કે બાઈડેન, તેમની ટીમ ચૂંટણી છીનવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post