• Home
  • News
  • ઈન્ડોનેશિયામાં કબર ખોદનારા ઓછા, એટલે માસ્ક ન પહેરનારાને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કબર ખોદવાની સજા ફટકારાઈ
post

ઈસ્ટ જાવા પ્રાંતમાં ગત એક અઠવાડિયામાં 300 લોકોને અનોખી સજા અપાઈ ચૂકી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-16 09:21:47

કોરોનાકાળમાં ભારતમાં માસ્ક ન પહેરવા બદલ 100થી 500 રૂપિયા દંડ વસૂલાઈ રહ્યો છે, પણ ઈન્ડોનેશિયામાં માસ્ક ન પહેરનારા લોકોને કોરોનાથી મૃત્યુ પામેલા લોકો માટે કબર ખોદવાની સજા અપાઈ રહી છે. ઈન્ડોનેશિયાના ઈસ્ટ જાવા પ્રાંતમાં ગત એક અઠવાડિયામાં આશરે 300 લોકોને કબર ખોદવાની સજા અપાઈ ચૂકી છે. આ સજા આપવા પર ઈન્ડોનેશિયામાં નિયમ તોડનારા લોકોની સંખ્યા ઘટી છે. સોમવારે ગેરસિક રેજન્સીમાં સૌથી ઓછા 8 લોકોને માસ્ક વિના પકડાયા હતા, જેમણે સજા તરીકે નોબબેટન ગામમાં કબરો ખોદી હતી.

ઈસ્ટ જાવામાં કોર્મ જિલ્લાના વડા સ્યૂનોએ કહ્યું હતું કે અમારી પાસે કબરો ખોદનારા લોકોની સંખ્યા ઓછી હતી. એટલા માટે માસ્ક ન પહેરનારા લોકોને આ કામમાં લગાડ્યા. સજા તરીકે બે લોકોને એક કબર ખોદવાનો આદેશ અપાઇ રહ્યો છે. આશા છે કે આ સજા મળતાં ભવિષ્યમાં લોકો માસ્ક ન પહેરવાની ભૂલ નહીં કરે.

બીજી બાજુ, રાજધાની જાકાર્તામાં કોરોનાના ચેપને રોકવા માટે સોમવારે 14 દિવસ માટે લૉકડાઉન લગાવાયું હતું. આ દરમિયાન માર્ગો પર ઓછી ભીડ જોવા મળી હતી. પોલીસ માસ્ક વિના ફરતા બાઈકસવારો વિરુદ્ધ કડકાઈ વર્તી હતી. 27 સપ્ટેમ્બર સુધી સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને એકેડમિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. જોકે 11 જરૂરી સેવાઓ ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે ચાલુ રહેશે. આશરે 27 કરોડની વસતિવાળા ઈન્ડોનેશિયામાં અત્યારસુધીમાં કોવિડ-19ના 2.25 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. રાજધાની જાકાતાર્માં પણ 55 હજાર લોકો ચેપગ્રસ્ત છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post