• Home
  • News
  • જાણો કઈ ભારતીય શૈલીમાં બનશે અયોધ્યાનું રામ મંદિર, અને તેના પાછળનું કારણ
post

અયોધ્યાના રામ મંદિરની ડિઝાઈન ગુજરાતના સોમપુરા પરિવાર દ્વ્રારા તૈયાર કરવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 18:39:26

અયોધ્યા: સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. મંદિરમાં સ્થાપિત પથ્થરોને જોઈને જ ખબર પડે છે કે, આ મંદિરના આકર્ષણનું કેન્દ્ર પથ્થરો ઉપર કોતરેલી કોતરણી છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ભગવાન રામનું મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે. તેની ડિઝાઈન ગુજરાતના સોમપુરા પરિવારે તૈયાર કરી છે.

ઉલ્લેખનીય છે કે, મંદિરનો નકશો ઉત્તર ભારતની નાગર શૈલીને અનુલક્ષીને બનાવવામાં આવ્યો છે. નાગર શૈલી ઉત્તર ભારતીય હિન્દુ સ્થાપત્ય કલાની 3 શૈલીઓમાંથી એક છે. રામ મંદિરના નિર્માણમાં રાજસ્થાનના બંસી પહાડપુરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લિન્થ લેવલ સુધીનું કામ લગભગ પુરૂ થઈ ગયું છે. ગર્ભ ગૃહનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટની ઈચ્છા છે કે, જાન્યુઆરી 2024 સુધી ભગવાન રામ પોતાના ગર્ભ ગૃહમાં વિરાજમાન થાય અને ભક્તોને દર્શન આપે.

નાગર શૈલીમાં બનેલા પ્રસિદ્ધ મંદિરો

વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંતીય મીડિયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે, નાગર શૈલીમાં બનેલા પ્રસિદ્ધ મંદિરોની વાત કરીએ તો, ગુજરાતનું સોમનાથ મંદિર, મધ્ય પ્રદેશનું ખજુરાહો તથા ઉડીસાના જગન્નાથ પુરીમાં બનેલા મંદિરો તેના સૌથી ઉત્તમ ઉદાહરણ છે.

જાણો શું છે નાગર શૈલી?

શરદ શર્માએ આગળ જણાવ્યું હતું કે, નાગર શૈલીમાં બનેલા મંદિર ચતુર્ભુજ હોય છે. તેનું પ્રથમ શિખર ઉંચું હોય છે અને ત્યારબાદ મંડપ હોય છે. ગર્ભ ગૃહની ચારે બાજુએ ઢંકાયેલુ પ્રદક્ષિણા પથ પણ હોય છે. પ્રાચીન કાળમાં રાજા-મહારાજા રાજસ્થાનથી પથ્થરો લાવીને મંદિરનું નિર્માણ કરાવતા હતા. રાજસ્થાનમાં બે પ્રકારના પથ્થરો હોય છે. આ પથ્થરોમાંથી એક પિંક સ્ટોન અને બીજા રેડ સ્ટોન છે. પિંક સ્ટોન પથ્થરો ઉપર સરળતાથી કોતરણી કરી શકાય છે. આ દૃષ્ટિકોણથી આ શૈલીને અપનાવવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post