• Home
  • News
  • USમાં સુરતના દંપતી પર ફાયરિંગ:પેટમાં ગોળી વાગી છતાં ઇજાગ્રસ્ત પત્નીએ અંતિમ પળોમાં પતિને કિચન તરફ ખેંચતા બચાવ થયો
post

મોટો દીકરો પણ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-15 10:16:19

અમેરિકામાં સ્થાયી થયેલા ભરથાણાના કણબી પટેલ દંપતી પર અઠવાડિયા પહેલા મોટેલમાં ફાયરિંગ થયું હતું. જેમાં પત્નીનું મોત થયું હતું. પેટમાં ગોળી વાગી છતાં પત્નીએ પતિને બચાવવા માટે કિચન તરફ ખેંચી ગઈ હતી. તેમ છતાં હત્યારાએ પતિને કમરના ભાગે ગોળી મારતા આરપાર નીકળી ગઈ હતી. દંપતીને પહેલા ગોળી વાગી હોવાનો ખ્યાલ ન આવ્યો હતો. પછી પત્ની ઢળી પડી ત્યારે પતિને ખબર પડી હતી. બાકી પત્નીએ પતિને ન ખેંચ્યો હોત તો પતિની પણ હુમલાખોરે હત્યા કરી નાખી હોત.

ફાયરિંગની ઘટના બાબતે દિલીપભાઈના ભરથાણાના મિત્ર મોહનભાઈ છીમકાભાઈ પટેલ હાલમાં અમેરિકામાં છે. તેમણે જણાવ્યું કે ગત 5મી તારીખે શુકવારે રાત્રે હત્યારો હકીમ ઈવાન તેના બે મિત્રોને લઈ મોટેલના રૂમમાં રહેવા આવ્યો હતો. કોરોનાની મહામારીને કારણે અમેરિકામાં એક રૂમમાં એક વ્યકિતને રહી શકે છે. સરકારનો આ નિયમ હોવા છતાં હત્યારો તેના બે મિત્રો સાથે રહેવા આવ્યો હતો. આથી દિલીપભાઈની પત્ની ઉષાબેને હત્યારાને ઇન્ટરકોમ કરી રિસેપ્શન પર બોલાવ્યો હતો.

ઉષાબેને હત્યારાને એકલા રહેવાની વાત કરી હતી. જેથી હત્યારાએ પહેલા ઝઘડો કરી બાદમાં રૂમ ખાલી કરી દેવાની વાત કરી રિફંડની માંગણી કરી હતી. રૂમ હત્યારાની માતાના નામે બુક હતો. જેથી ઉષાબેને હત્યારાને કહ્યું કે તારી માતાને રિફંડ આપી દઇશ. આજ સમયે દંપતીએ પોલીસને પણ જાણ કરી દીધી હતી. રિફંડની વાતને લઈ હત્યારાએ રિવોલ્વર કાઢી બુલેટપ્રૂફ કાચના રાઉન્ડ હોલમાંથી ઉષાબેનના પેટમાં ગોળી મારી દીધી હતી. આ હિચકારી ઘટના અમેરિકાના એલ્કટોનના મેરીલેન્ડ ખાતેના મોટેલમાં બની છે. દિલીપભાઈ પત્ની સાથે મોટેલમાં રહે છે.

પતિ-પત્ની હોટલ પર હતા ને ફાયરિંગ થયું
અમેરિકામાં હોટલ ઉધોગ સાથે જોડાયેલા અને મૂળ સુરતના ભરથાણાના પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરીલેન્ડમાં સ્થાયી થયેલ છે અને મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે. પતિ દિલીપ અને પત્ની ઉષા શુક્રવારે પોતાની હોટલ પર હતા. ત્યારે ઈસમોએ આવીને ફાયરિંગ કરી દંપતીને ગંભીર ઇજા કરીને ભાગી છૂટ્યાં હતા.

મોટો દીકરો પણ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલો
છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં રહેતા ગુજરાતીઓ પર સતત હુમલા અને તેમના વેપારના સ્થળ પર લૂંટના ઇરાદે તેમના પર ફાયરિંગની ઘટના બનતી આવી છે. ત્યારે આ વખતે સુરતના પરિવારના દંપતી ભોગ બનતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ દંપતીને બે બાળકો છે જેમાંથી મોટો દીકરો પણ હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલો છે. સુરત ખાતે તેમના સંબંધી રહે છે પણ તેમનું સુરત ખાતેનું મકાન હાલમાં બંધ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post