• Home
  • News
  • બિહાર જતી બસ આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ઉભી રહેલી ટ્રક સાથે અથડાઈ; 14ના મોત, 18 ઘાયલ
post

બસમાં 40-50 લોકો હતા, ઘાયલોને સૈફઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 11:15:08

ફિરોઝાબાદઉત્તર પ્રદેશમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બુધવારે રાતે એક ખાનગી સ્લીપર બસ અને ટ્રક વચ્ચે એક્સિડન્ટ થયો હતો. તેમાં 14 લોકોના મોત થયા હતા, જ્યારે 18 ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસ દિલ્હીથી બિહાર તરફ જઈ રહી હતી. તેમાં 40-45 યાત્રીઓ હતા.

બસે પાછળથી ટક્કર મારી
એસએસપી સચિંદ્ર પટેલે જણાવ્યું કે, પ્રાઈવેટ બસ દિલ્હીથી મોતિહારી(બિહાર) જતી હતી. દરમિયાન રાતે 10 વાગે ફિરોઝાબાદ પાસે બસ રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળથી અથડાઈ ગઈ હતી. ઘાયલ લોકોને સૈફઈની મિની પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. મેડિકલ ઓફિસર ડૉ. વિશ્વા દીપકના જણાવ્યા પ્રમાણે ઘટના પછી 31 લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 14 લોકોના મોત થયા છે. હાલ 18 લોકોની સારવાર ચાલી રહી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post