• Home
  • News
  • અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર મહિલાની પ્રમુખ પદે નિમણૂંક
post

જીવનમાં હાર શબ્દ જ ન હોવો જોઇએ તેવુ સુત્ર આપતા નેન્સી પટેલની લેઉવા પટેલ સમાજના પ્રમુખ તરીકે નિમણૂંક

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-05 11:38:18

નિરવ ગોવાણી,

અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર કોઇ મહીલા પ્રેસીડેન્ટ તરીકે ચુંટાઇ આવી છે. જો કે, દેશના રાષ્ટ્રપતિ તરીકે નહીં પરંતુ ગુજરાતી લેઉવા પાટીદાર સમાજના પ્રેસીડેન્ટ તરીકે નેન્સી પટેલ ચુંટાઇ આવ્યા છે.

31 વર્ષથી અમેરિકામાં ચાલતા લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ તરીકે પહેલીવાર કોઇ મહીલાની નિમણૂક કરવામાં આવી છે. મૂળ ગુજરાતના સુરતના નયના પટેલની આજે અમેરિકાના લેઉવા પટેલ સમાજના પ્રમુખ તરીકે નિમણૂક થઇ છે. નેન્સી પટેલ જન્મતાની સાથે જ લંડન રહેવા જતા રહ્યા હતા. જ્યાં તેમનું શાળાનું શિક્ષણ પૂર્ણ થયુ હતુ. જો કે, ત્યાર બાદ નેન્સીનો પરિવાર અમેરિકા રહેવા આવી ગયો હતો. અને જ્યાં તેઓ શરૂઆતમાં એક મોટેલ માં કામ કરી પોતાનો સંસાર શરૂ કર્યો હતો. જો  કે, 19 વર્ષથી નાની ઉંમરે તેમના લગ્ન થઇ જતા, તે સમયે તેમનો ઉચ્ચ અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. પહેલેથી જ હાર ન માનવામાં અને જીત માટે સતત મહેનત કરવામાં વિશ્વાસ રાખનાર નેન્સી પટેલે ઉચ્ચ અભ્યાસ પરિવારમાં આર્થીક સધ્ધરતા આવી ત્યાર બાદ પૂર્ણ કર્યો હતો.

નેન્સી પટેલને 1995માં કાર અકસ્માત થયો હતો. અને તે સમયે નેન્સીબેનને 2 વર્ષ સુધી પથારીવસ રહેવુ પડ્યુ હતુ.  આ સમય દરમિયાન નેન્સી પટેલનો ખરા અર્થમાં નવો જન્મ થયો હતો. અને ત્યાર બાદ નેન્સી પટેલે સમાજના લોકોની સેવા કરવાનો નિર્ણય કર્યો. અને 2009માં અમેરિકાની લેઉવા પાટીદાર સમાજમાં જોડાયા. અને ત્યારબાદ જુદા-જુદા વિસ્તારોમાં અને જુદા-જુદા ક્ષેત્રોમાં નેન્સી પટેલે સમાજના લોકોની સેવા કરી. નેન્સી પટેલ દ્વારા અમેરિકામાં રહેતી મહીલાઓ ગુજરાતી મહીલાઓ માટે ખાસ પ્રકારના કાર્યક્રમો યોજીને સમાજમાં અને અમેરિકામાં ગુજરાતી મહીલાઓની પડતી મુશ્કેલીઓ દુર કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ઉપરાંત અહીં અમેરિકામાં જન્મેલા પરંતુ મૂળ ગુજરાતીઓ બાળકોને ગુજરાતી સંસ્કૃતી શીખવવામાં તેમજ ગુજરાતી યુવાનો કે જોઓ ખોટા રસ્તે વળી ગયા હોય તેમને સંસ્કૃતીની સાચી ઓળખ કરાવીને સામાજીક જીવનમાં પરત લાવવા માટેના પણ ઘણા કાર્ય કર્યા છે.

અમેરિકામાં 100 વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતીઓ વસે છે, અને અહીં વસતા ગુજરાતીઓ સંસ્કૃતી તેમજ ભાષા જળવાઇ રહે તે માટે સતત પ્રયત્નો કરતા હોય છે. અને એટલે જ, અહીં જુદા-જુદા સમાજ પોતાની રીતે સામાજીક માળખુ બનાવીને કાર્યો કરતા હોય છે. જો કે, અમેરિકામાં અત્યારસુધી એક પણ મહીલા પ્રમુખ પદે નિયુક્ત નથી થયા. ત્યારે નેન્સી પટેલ પહેલા એવા મહીલા છે કે, જેઓ લેઉવા પટેલ સમાજના પ્રમુખ બન્યા છે.

નેન્સી પટેલ દ્વારા હાલ ચાલી રહેલી કોવિડ-19ની પરિસ્થીતીમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ખાસ સુવિધાઓ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં આગામી સમયમાં ઓનલાઇન સેશન કરીને નેન્સી પટેલ દ્વારા ધાર્મીક પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. ઉપરાંત નેન્સી પટેલ દ્વારા અમેરિકામાં વસતી મહીલાઓ માટે  સામાજીક અને પારિવારીક જીવન જીવવા માટેના ખાસ સેશન પણ ચલાવશે. તેઓએ પોતે છેલ્લા 3 વર્ષમાં એક્સરસાઇઝ તેમજ યોગા કરીને જે રીતે પોતાનુ શારીરીક પરિવર્તન લાવ્યા છે. ત્યારે હવે તેઓ અન્ય મહીલાઓ માટે પણ સ્વસ્થ્ય જીવન જીવવા માટે આવા કેટલાક કાર્યક્રમો યોજશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post