• Home
  • News
  • ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છે
post

આ ઘટાડો કોવિડ-19ને અટકાવવા માટે સરકારી પ્રયાસોના આધાર પર છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 10:52:22

મુંબઈ: ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે મંગળવારે ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 0.8 ટકા કર્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો વૃદ્ધિનો અંદાજ છે. કોવિડ-19 મહામારી અને તેને અટકાવવા માટે સરકારી પ્રયત્નોની અસરને ધ્યાનમાં રાખી અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એજન્સીનું કહેવું છે કે આ મહામારી અગાઉના 5.6 ટકાના અમારા પૂર્વાનુમાનની તુલનામાં આ અંદાજ ઘણો ઓછો છે. 

વર્ષ 2021-22માં વિકાસ દર 6.7 ટકા રહી શકે છે

એજન્સીના અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2021-22માં વિકાસ દર 6.7ટકા સુધી વધવાની આશા છે. પણ એવું લાગે છે કે આ સંકટથી રાજકોષિય તથા નાણાકીય ક્ષેત્રમાં તંગ સ્થિતિ વધી શકે છે. આ સાથે મીડિયમ ટર્મમાં દેશના વિકાસની સંભાવનાને અસર થઈ શકે છે. ફિચનું આ અનુમાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના 1.9 ટકા અને વિશ્વ બેન્કના 1.5-2.8 ટકાના અનુમાનથી ઓછું છે. તે ફિચ સમૂહની કંપની ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઈન્ડ-રા)ના 1.9 ટકા અંદાજથી પણ ઘણો ઓછો છે.

ક્રિસિલે પણ સોમવારે તેનો અંદાજ ઘટાડ્યો હતો

સોમવારે અન્ય એક રેટીંગ એજન્સી ક્રિસિલે તેનો અંદાજ 3.5 ટકાના પૂર્વાનુમાનને ઘટાડી 1.8 ટકા કર્યો હતો. સરકારે પણ હજુ 6 ટકાથી 6.5 ટકાના અંદાજમાં સુધારો કરવાનો છે કારણ કે તે નાણાકીય વર્ષ 2019-20ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2020-21ની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના ગ્રોથના આંકડાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ઈન્ડિયાનો જીડીપી ગ્રોથ રેટ વધુ ઘટી 1.9 ટકા થઈ જાય છે, જે 29 વર્ષથી નીચલા સ્તર પર છે.

ડિસેમ્બરમાં પણ ફિચે તેનો અંદાજ ઘટાડ્યો હતો

કોવિડ-19ની શરૂઆત પહેલા ડિસેમ્બરમાં ફિચે સ્ટેબલ આઉટલૂકથી 'બીબીબી માઈનસ' કર્યું હતું. આ અંતિમ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને સ્ટેબલ દ્રષ્ટિકોણનો અર્થ છે કે તેમાં સુધારો મુખ્યત્વે રાજકોષિય કારણોના આધાર પર કેટલાક સમય બાદ કરવામાં આવશે. ફિચના અંદાજ પ્રમાણે લોઅર ગ્રોથ અથવા રાજકોષિય સ્થિતિ હળવી થવાને લીધે તેમા વધારો ઘટાડો થશે. ભારતનું રેટિંગના એવા કિસ્સામાં આંકલન આ નિર્ણયથી નિર્દેશિત થશે કે કોરોના સંકટ બાદ સ્થિતિમાં સંભવિત મધ્યાવર્તિ રાજકોષિય માર્ગ કેવો હશે.

ભારતનો રેકોર્ડ એકંદરે મિશ્રિત રહ્યો છે

એજન્સીએ વધુમાં  કહ્યું છે કે સરકારે કોવિડ-19 નિયંત્રણમાં આવ્યા બાદ રાજકોષિય નીતિને ફરીથી સખત કરી શકે છે. તાજેતરમાં વર્ષોમાં રાજકોષિય લક્ષ્યાંકોને પૂરા કરવા તથા રાજકોષિય નિયમોને લાગુ કરવાનો ભારતનો રેકોર્ડ એકંદરે મિશ્રિત રહ્યો છે. તેમા ઉલ્લેખ કરવામાં આવેલ છે કે દેશ પાસે સ્વાસ્થ્ય સંકટથી પેદા થયેલ પડકારનો જવાબ આપવા માટે રાજકોષિય અવકાશ ખૂબ જ મર્યાદિત છે. ફિચના અંદાજ પ્રમાણે નાણાકીય વરષ 2020માં સામાન્ય સરકારી ઋણ જીડીપીના 70 ટકા હતો.

મધ્યમ સમયગાળા માટે આર્થિક જોખમ વધી શકે છે

એજન્સીનું અનુમાન ભારતની અપેક્ષાકૃત મજબૂત સ્થિતિ તેની સંપ્રભૂ રેટિંગનું સમર્થન કરે છે, અને તેણે પોતાના તુલનાત્મક સ્વરૂપથી કમજોર રાજકોષિય મેટ્રિક્સની ભરપાઈ કરવામાં મદદ કરે છે. જો ભારત તેની નાણાકીય સ્થિતિમાં તણાવનો વધુ એક સમયગાળો સામનો કરે છે તો મીડિયમ ટર્મ માટે આર્થિક જોખમ વધશે. વર્તમાન મંદીથી બેન્કિંગ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી સુધાર ફરી ઉલટાઈ જશે. એજન્સીએ એ બાબત અંગે સાવચેત કર્યા છે કે લાંબા સમય સુધી નાણાકીય ક્ષેત્રની કમજોર ક્રેડિટ ગ્રોથ, આર્થિક ઉત્પાદન, રોકાણ અને ઉત્પાદકતા પર અસર કરી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post