• Home
  • News
  • કોરોના વાઈરસનો ફફડાટ; વિશ્વસ્તરેથી લઈ ગુજરાત સુધી સતત વધી રહી છે સંક્રમિતોની સંખ્યા
post

દુનિયામાં કોરોનાથી મોતનો આંકો 11 હજારને પાર કરી ગયો, દર્દીઓની સંખ્યા 3 લાખને પાર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-21 12:43:16

નવી દિલ્લી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસના સંક્રમણનો ભય ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં આ વાઈરસે 10,000થી વધુ લોકોના જીવ લઈ લીધા છે ત્યારે 2,50,000થી વધુ લોકો સંક્રમણથી ગ્રસ્ત બન્યા છે. વિશ્વ પાસે હજુ સુધી આ વાઈરસનો કોઈ જ ઈલાજ દેખાતો નથી.કોરોના વાઈરસે ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી ફેલાવાની શરૂઆત કરી હતી ધીમે ધીમે વર્ષ 2020ના માર્ચ મહિનાના મધ્યાહન સુધીમાં વિશ્વના 183 દેશમાં ફેલાઈ ગયો છે. ભારતની વાત કરીએ તો જાન્યુઆરીમાં એક-બે કેસ નોંધાયા બાદ આ સપ્તાહમાં દેશભરમાંથી સતત કોરોના સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે.

 

અત્યાર સુધીમાં ભારતમાં સંક્રમણના કુલ કેસ 230 થઈ ગયા છે જ્યારે આ વાઈરસને લીધે 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કોઈ જ નોંધાયા ન હતા, પણ છેલ્લા બે દિવસમાં એકાએક કોરોના ગુજરાત સુધી પહોંચી ગયો છે અને સંક્રમણના 7 કેસ નોંધાયા છે. સદનસિબે હજુ સુધી આ વાઈરસને લીધે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post