• Home
  • News
  • દેશમાં પહેલી વાર અદાલતો હવે SMS અને વૉટ્સએપથી સમન્સ-નોટિસ પાઠવી શકશે
post

કોર્ટે કહ્યું- વૉટ્સએપ પર બ્લૂ ટિક દેખાય તો સમન્સ બજાવાયેલા ગણાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:04:02

નવી દિલ્હી: હવે દેશભરની અદાલતો પક્ષકારો-આરોપીઓને એસએમએસ કે વૉટ્સએપથી પણ સમન્સ કે નોટિસ પાઠવી શકશે. સમન્સ અને નોટિસની સમયસર બજવણી કરવામાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમકોર્ટે તે માટે ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાના ઉપયોગને મંજૂરી આપી છે. કોર્ટે લિમિટેશન અંગેના સુઓ મોટો કેસની સુનાવણી દરમિયાન શુક્રવારે આ વ્યવસ્થા આપી. દેશમાં આવી સુવિધા પહેલી વાર લાગુ કરાઇ રહી છે. 

ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે કહ્યું, ‘અમને જણાવાયું છે કે કોરોના મહામારીના કારણે નોટિસ અને સમન્સ જેવી સેવાઓ માટે પોસ્ટ ઓફિસે જવું શક્ય નથી. આ સેવાઓ ઇમેલ, ફેક્સ અને વૉટ્સએપ-ટેલિગ્રામ જેવી ઇન્સ્ટન્ટ ટેલી-મેસેજિંગ સેવાઓ દ્વારા પૂરી પાડી શકાય. વૉટ્સએપ પર બ્લૂ ટિક દેખાય એટલે સમન્સ બજાવાયેલા ગણાશે. જો કોઇએ આ ફીચર બંધ રાખ્યું હોય તો આ સર્વિસને પૂરી ગણવી કે નહીં તે કોર્ટ નક્કી કરશે.

સુપ્રીમકોર્ટે કોરોનાના કારણે લૉકડાઉનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કને ચેકની વેલિડિટી વધારવા પણ મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે આ અંગે રિઝર્વ બેન્ક તેના વિવેકનો ઉપયોગ કરે તે ઉચિત રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post