• Home
  • News
  • દેશમાં પ્રથમવાર 15 વર્ષથી વધુ વય જૂથમાં મહિલા વસ્તી પુરુષોથી વધુ થઈ
post

દેશમાં પ્રથમવાર વસ્તીમાં પરિવર્તનની પેટર્ન શહેર-ગામમાં એક

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:06:59

નવી દિલ્હી: દેશની વસ્તીમાં મહિલાઓની હિસ્સેદારી અંગે સુખદ ખબર છે. 15 વર્ષથી વધુ વય જૂથમાં મહિલાઓની વસ્તીની ટકાવારી પુરુષથી વધુની થઈ ગઈ છે. બુનિયાદી માપદંડના હિસાબે મહિલાઓ સંબંધિત તમામ સામાજિક પરિસ્થિતિમાં પણ સુધારાનો સંકેત છે.

ભારતના વસ્તી ગણતરી કાર્યાલયના સેમ્પલ રજિસ્ટ્રેશન સરવેનો રિપોર્ટ જાહેર થયો છે, જે 2018 સુધીની સ્થિતિ દર્શાવે છે. દરેક દાયકા પછી વસ્તી ગણતરી થાય છે. પરંતુ આ દરમિયાન થયેલા પરિવર્તન પર નજર રાખવા માટે આ સરવે કરાયો છે. તેમાં સૌથી પરિવર્તન મહિલાઓ અને પુરુષોની વસ્તીની પેટર્નમાં જોવા મળ્યું. 15થી વધુ વયમાં મહિલાઓની ટકાવારી પુરુષોથી 0.6 ટકા વધુ જોવા મળી. શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારમાં વસ્તીની આ પેટર્ન લગભગ એક જેવી છે. 0થી 4, 5થી 9 અને 10થી 14 વર્ષની વયમાં છોકરીઓની વસ્તી 0.4 ટકા ઓછી છે. ગામડામાં પણ આ ત્રણેય વર્ગમાં આ ફરક માત્ર 0.4 ટકા બચ્યો છે.

મહિલાની લગ્નની વય 19.3થી વધી 22.3 વર્ષ થઈ
1991
થી 2018 વચ્ચે વિધવા, છૂટાછેડાવાળી અને ત્યક્તા મહિલાઓની વસ્તીમાં 2.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. 1991માં આ સંખ્યા 8.1 ટકા હતી. જે 2018માં 5.5 ટકા થઈ ગઈ. લગ્નની વયમાં પણ મહિલાઓની સ્થિતિમાં મોટાભાગે સુધારો જોવા મળ્યો છે. આ માપદંડમાં ભારતમાં મહિલાઓએ પ્રગતિ કરે છે. 1990માં મહિલાઓની લગ્નની સરેરાશ ઉંમર 19.3 વર્ષ હતી જે 2018માં વધીને 22.3 વર્ષની થઈ ગઈ. દેશમાં લગ્ન કરેલી મહિલાઓની સંખ્યા 1990માં 45.7 ટકા હતી જે 2018માં 49.5 ટકા થઈ ગઈ.

 

adv

Related News

post
post
post
post
post
post
post