• Home
  • News
  • કેન્દ્ર સરકાર પહેલીવાર દેશવ્યાપી શ્રમગણના કરાવશે જેમાં ડૉક્ટર, વકીલ, મજૂર, માળી, ડ્રાઈવરની પણ ગણતરી કરાશે
post

આ યોજના હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલય હેઠળ કામ કરનારા લેબર બ્યુરો દેશભરમાં તમામ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓની ગણતરી કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-16 08:52:20

કોરાના કાળમાં દેશવ્યાપી લૉકડાઉન વખતે લગભગ દરેક મોટા શહેરમાંથી લાખો મજૂરોની હિજરતની તસવીરો આખા દેશે જોઈ. જોકે, તેમની ચોક્કસ સંખ્યા કેટલી હતી, કયા રાજ્યના કેટલા મજૂર ક્યાં ગયા અને તેમાં કેટલા પાછા ફર્યા વગેરે આંકડા કોઈ પાસે ન હતા. ત્યાં સુધી કે, કેન્દ્ર સરકાર પણ સંસદમાં તેનો જવાબ આપી ના શકી. જોકે, કોરોના કાળમાંથી સરકારે બોધપાઠ લઈને હવે પહેલીવાર દેશવ્યાપી શ્રમગણના કરવાનો નિર્ણય લીધો છે.

આ યોજના હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલય હેઠળ કામ કરનારા લેબર બ્યુરો દેશભરમાં તમામ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓની ગણતરી કરશે. એટલે કે સમગ્ર દેશમાં કેટલાક ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ તેમજ કેટલા મજૂર, માળી, કૂક અને ડ્રાઈવર છે તેની પણ ગણતરી કરાશે. આ ગણતરી દર છ મહિને અને બાદમાં દર ત્રણ મહિને કરાશે. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારના આદેશ પછી આ માટે એક હાઈ પાવર કમિટી બનાવાઈ છે અને આ ગણતરીની જવાબદારી તેમને સોંપાઈ છે. આ કમિટીના અધ્યક્ષ જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. એસ.પી. મુખરજી કરી રહ્યા છે.

હાલ દર છ મહિને ગણતરી કરાશે
આ કમિટીના સભ્ય લેબર બ્યુરોના ડિરેક્ટર જનરલ ડીપીએસ નેગીએ જણાવ્યું કે, આ ગણના વૈજ્ઞાનિક સરવેના આધારે કરાશે. સરવેની પદ્ધતિ હવેના 15 દિવસમાં સ્પષ્ટ થઈ જશે. તેમાં જિલ્લા સ્તરે ફેક્ટરીઓ, ઓફિસો, હોસ્પિટલ અને RWA જેવી સંસ્થાઓ પાસે વ્યવસાયીઓના આંકડા લેવાશે.

શ્રમગણના અંગે જરૂરી 3 સવાલ

·         સરવેની જરૂર કેમ?: રાજ્યો વ્યવસાયીઓની સૂચના આપવામાં મોડું કરે છે. કાયદામાં ફેરફાર કરીને લેબર બ્યુરોને સંપૂર્ણ સત્તા અપાઈ છે.

·         કેવી જાણકારી ભેગી કરાશે?: ડૉક્ટર-એન્જિનિયરથી માંડીને ઘરના નોકર-માળી કેટલા છે, તેઓ કેટલો સમય કામ કરે છે, કેટલા પૈસા મળે છે?

·         તેનો ફાયદો શું?: તમામ વ્યવસાયીઓને સોશિયલ સિક્યોરિટી નેટવર્ક સાથે જોડાશે. આ આંકડાના આધારે સરકારને નીતિઓ ઘડવામાં મદદ મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post