• Home
  • News
  • કોરોના દુનિયામાં:રશિયાનો દાવો- Sputnik V કોરોનાથી લોકોની રક્ષા કરવામાં 92% સુધી અસરકારક
post

અમેરિકામાં સંક્રમણનો આંકડો 1.55 કરોડથી વધુ, અત્યારસુધીમાં 2.54 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-12 10:08:16

દુનિયામાં કોરોનાના કેસનો કુલ આંક રવિવારે 5.17 કરોડને પાર થઈ ગયો છે. 3 કરોડ 63 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યારસુધીમાં 12 લાખ 78 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

સ્પુતનિક વેક્સીન 92% અસરકારકઃ રશિયા

રશિયાએ કહ્યું વચગાળાના પરીક્ષણ પરિણામો મુજબ COVID-19થી લોકોની રક્ષા કરવામાં રશિયાની સ્પુતનિક વી વેક્સીન 92 ટકા અસરકારક છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે કોવિડ-19 વિરૂદ્ધ રશિયાની બે વેક્સીન પ્રભાવી અને સુરક્ષિત છે તથા બીજી વેક્સીન પણ આવવાની છે. તેઓએ એમ પણ કહ્યું કે રસી સંબંધી મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ. હાલમાં જ અમેરિકાની અગ્રણી દવા કંપની ફાઈઝરે કહ્યું હતું કે તેમની વેક્સીનના વિશ્લેષણથી માલુમ પડ્યું છે કે આ કોવિડ-19ને રોકવામાં 90 અસરકારક રહી શકે છે.

અમેરિકામાં સંક્રમણ ભયજનક સ્તર પર
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં સતત સાતમા દિવસે એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં એક કરોડથી વધુનો આંક પહેલેથી જ પાર થઈ ગયો છે. અમેરિકામાં ગત વર્ષે નવેમ્બરમાં પહેલો કેસ નોંધાયો હતો. ત્યાર પછીથી પરિસ્થિતિમાં ક્યારેય સુધારો થયો નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ આ જ મુદ્દો બન્યો હતો. સરકારની સમસ્યા એ છે કે હોસ્પિટલોમાં દાખલ થનારા ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. મંગળવારે મે પછી સૌથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, મંગળવારે કુલ 62 હજાર 964 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. બે અઠવાડિયાંમાં દર્દીઓમાં 32% વધારો થયો છે.

યુરોપમાં અત્યારસુધીમાં ત્રણ લાખ લોકોનાં મૃત્યુ
યુરોપિયન દેશોમાં કોરોનાથી મૃત્યુનો સિલસિલો નિરંતર ચાલુ જ છે. મંગળવારે આ આંકડો ત્રણ લાખને પાર કરી ગયો. ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ અને ઇટાલીમાં સંક્રમણ ઘટતું નથી. ફ્રાન્સમાં 12 દિવસ પછી દર્દીઓમાં ઘટાડો થયો, પરંતુ હોસ્પિટલોમાં ગંભીર દર્દીઓની સંખ્યામાં વધારો થયો. અહીંની સરકારો વેક્સિનની રાહ જોઇ રહી છે, પણ આ પ્રતીક્ષા વધતી જ જાય છે. વિશ્વની કુલ વસતિમાં યુરોપનો હિસ્સો 10% છે. અહીંની હોસ્પિટલો શ્રેષ્ઠ છે, પરંતુ ઘણા દર્દીઓ ખૂબ જ ગંભીર હાલતમાં છે. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ અહીં થતું નથી.

બ્રાઝિલમાં ચીનની વેક્સિનની ટ્રાયલ પર પ્રતિબંધ
બ્રાઝિલના આરોગ્ય અધિકારીએ ચીનની વેક્સિનની ટ્રાયલ પર પ્રતિબંધ મૂક્યો છે. આનું કારણ વોલન્ટિયરને ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. ચાઇનીઝ ડ્રગ મેકર સિનોવેક બાયોટેકે જુલાઇમાં વેક્સિનની ફેઝ-3 ટ્રાયલ શરૂ કરી હતી. આમાં બ્રાઝિલની બુટાંટન ઇન્સ્ટિટ્યૂટ ભાગીદાર હતી. આ પરીક્ષણ 13 હજાર વોલન્ટિયર પર થવાનું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post