• Home
  • News
  • વિદેશી મંત્રી પોમ્પિયોએ કહ્યું- ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના જોખમના કારણે યુરોપથી અમેરિકન સેનાને શિફ્ટ કરીશું
post

પોમ્પિયોએ આ પહેલાં કહ્યું કે, સમગ્ર દુનિયામાં હવે ચીની કંપનીઓની લહેર ખતમ થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-26 11:19:16

વોશિંગ્ટન: યુરોપથી અમેરિકન સેનાને શિફ્ટ કરવામાં આવશે. ગુરુવારે વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે, ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ચીનના જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકા તેમના સૈનિકો શિફ્ટ કરશે. પોમ્પિયોએ કહ્યું- અમે યુરોપમાં અમારા સૈનિકોની સંખ્યા ઘટાડી રહ્યા છીએ.
 
બ્રેસેલ્સ ફોરમમાં પોમ્પિયોને સવાલ પુછવામાં આવ્યો કે, અમેરિકાએ જર્મનીમાં તેમના સૈનિકોની સંખ્યા ઓછી કેમ કરી? ત્યારે પોમ્પિયોએ કહ્યું કે, સૈનિકોને બીજી જગ્યાએ બીજી તૈયારી માટે લઈ જવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું કે, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના એક્શનનો અર્થ થાય છે કે, ભારતની સાથે વિયતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, પેલેસ્ટાઈન અને સાઉથ ચાઈનાથી પણ જોખમ છે. અમેરિકન સેના આ પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

પોમ્પિયોએ જણાવ્યું કે, ટ્રમ્પ પ્રશાસને બે વર્ષ પહેલાં અમેરિકન સેનાને સમગ્ર દુનિયામાં તહેનાત કરી હતી. આ દરમિયાન એ જાણવા મળ્યું કે, તેમને ઈન્ટેલિજન્સ, સૈન્ય અને સાઈબર વિભાગનો ઉપયોગ કરવો જોઈએ.

દુનિયામાં ચીની કંપનીઓની લહેર ખતમ થઈ રહી છે
પોમ્પિયોએ આ પહેલાં કહ્યું કે, સમગ્ર દુનિયામાં હવે ચીની કંપનીઓની લહેર ખતમ થઈ રહી છે. દુનિયાની ઘણી ટેલિકોમ કંપનીઓ હુવાવે સાથે વેપાર કરવાની મનાઈ કરી રહી છે. આ દરમિયાન તેમણે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોના પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સ્પેનની ટેલિફોનિકા, ઓરેન્જ, 2, જિયો, બેલ કનાડા, ટેલસ અને રોજર્સ જેવી કંપનીઓ ઘણી સારી રીતે વેપાર કરી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post