• Home
  • News
  • પૂર્વ બોલર મહેમૂદનો ખુલાસો- સચિનના બેટથી આફ્રિદીએ વનડેમાં સૌથી ઝડપી સદી મારી હતી, આ ઇનિંગ્સથી બેટ્સમેન તરીકેની તેની છાપ બની હતી
post

આફ્રિદીએ 1996માં શ્રીલંકા સામે 37 બોલમાં સદી મારી હતી, આ રેકોર્ડ 18 વર્ષ સુધી રહ્યો, 2014માં કિવિઝના એન્ડરસને 36 બોલમાં સેન્ચુરી મારી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 10:43:41

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન શાહિદ આફ્રિદીએ 1996માં શ્રીલંકા સામે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. ત્યારે તેણે 37 બોલમાં સદી પૂરી કરી હતી. તેની ઇનિંગ્સ અંગે પૂર્વ ખેલાડી અઝહર મહેમૂદે રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે 'ગ્રેટેસ્ટ રાઇવલરી' પોડકાસ્ટમાં કહ્યું કે આફ્રિદીએ તેના બેટથી નહીં, સચિન તેંડુલકરના બેટથી ઝડપી સદી ફટકારી હતી. જે તેને વકાર યુનુસે આપ્યું હતું. હકીકતમાં, સચિને યુનુસને નવું બેટ બનાવવા માટે સેમ્પલ તરીકે તેનું આ જૂનું બેટ આપ્યું હતું.

આફ્રિદીનો વન ડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ 18 વર્ષ સુધી રહ્યો. 2014માં ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર કોરી એન્ડરસનને વેસ્ટ ઇન્ડીઝ સામે 36 બોલમાં સદી ફટકારીને રેકોર્ડ તોડ્યો હતો. એન્ડરસનનો રેકોર્ડ 2015માં દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે તોડ્યો હતો. એબીએ વિન્ડિઝ સામે 31 બોલમાં સદી મારી હતી.

મહેમૂદે કહ્યું કે આફ્રિદીને ડેબ્યૂ મેચમાં નંબર 6 પર બેટિંગ કરવા મોકલવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેને તક મળી નહોતી. આ પછી શ્રીલંકા તરફથી સનાથ જયસૂર્યા અને રમેશ કે.ની બેટિંગ જોઈને પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે આફ્રિદીને ટોચના ક્રમમાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારે વસીમ અકરમે મારી અને આફ્રિદીની પસંદગી કરી અને તેને નેટ્સ પર મોટા શોટ મારવાની પ્રેક્ટિસ કરવાનું કહ્યું. આફ્રિદીએ નેટ્સમાં સ્પિનર્સની બોલિંગમાં લાંબી સિક્સરો મારી હતી.

મહેમૂદે કહ્યું કે, જ્યારે શ્રીલંકા સામેની મેચમાં પાકિસ્તાનની પ્રથમ વિકેટ 60 રને પડી ત્યારે ટીમ મેનેજમેન્ટે આફ્રિદીને નંબર -3 પર બેટિંગ માટે મોકલ્યો. તેણે 11 સિક્સ અને 6 ફોરની મદદથી માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી. આ ઇનિંગ પછી, તે એક બેટ્સમેન તરીકે ઓળખાયો હતો. જો કે, તે ટીમમાં એક બોલર તરીકે શામેલ હતો જે તક ઉભી થાય ત્યારે લાંબા શોટ ફટકારવાની ક્ષમતા ધરાવતો હતો. ત્યારે આફ્રિદીએ 40 બોલમાં 104 રન બનાવ્યા હતા. આ પછી આફ્રિદીએ ક્યારેય પાછળ ફરીને જોયું નહીં અને વનડેમાં પાકિસ્તાનનો સૌથી મોટો ખેલાડી બન્યો.

આફ્રિદીએ વનડેમાં 8064 રન બનાવ્યા હતા

·         આફ્રિદી પાકિસ્તાન તરફથી 398 વનડે અને 27 ટેસ્ટ રમ્યો હતો. આમાં તેણે 8064 અને 1716 રન બનાવ્યા હતા.

·         આ સિવાય તેણે 99 T-20માં 150ના સ્ટ્રાઈક રેટથી 1416 રન બનાવ્યા હતા. તેની ત્રણેય ફોર્મેટમાં 11 સદી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post