• Home
  • News
  • મહેબૂબાને મુક્ત કરાયા:જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી 14 મહિના બાદ મુક્ત થયા; ગયા વર્ષે કલમ 370 હટાવી ત્યારે અટકાયતમાં લેવાયા હતા
post

આઠ મહિનામાં ચાર વખત નજરકેદની જગ્યા બદલવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-14 09:55:43

પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીના વડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપુર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને મંગળવારે અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીર વહિવટીતંત્રના પ્રવક્તા રોહિત કંસલે આ અંગે માહિતી આપી છે. મહેબૂબાની ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કાશ્મીરમાંથી કલમ-370 હટાવવામાં આવી ત્યારે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

મહેબૂબાની 4 ઓગસ્ટ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી
મહેબૂબાની જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવામાં આવી તેના એક દિવસ અગાઉ 4 ઓગસ્ટની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ નજરકેદ હતા. 6 ફેબ્રુઆરીના રોજ મહેબૂબાની અટકાયતની મુદત પૂરા થાય તે અગાઉ જ પબ્લિક સિક્યુરિટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની નજરકેદની મુદત લંબાવવામાં આવી હતી.

પબ્લિક સેફ્ટી એક્ટ 1978માં લાકડાની દાણચોરી કરનારા સામે ઘડવામાં આવ્યો હતો
પબ્લિક સેફ્ટી એક્ટ 1978માં જમ્મુ-કાશ્મીરમાં લાગુ કરવામાં આવી હતી. તે અંતર્ગત કોઈ પણ વ્યક્તિની ટ્રાયલ વગર 2 વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. અગાઉ તો આ કાયદો લાકડાની દાણચારી કરનારા લોકો સામે ઘડવામાં આવ્યો હતો. જોકે ધીમે ધીમે તેનો ઉપયોગ અન્ય ગુનાહિત કેસોમાં પણ થવા લાગ્યો. ખાસ ઉપયોગ ત્યારે થવા લાગ્યો હતો કે જ્યારે 2010માં જમ્મુ-કાશ્મીરમાં અનેક મહિના સુધી સ્થિતિ ખરાબ રહી.

આઠ મહિનામાં ચાર વખત નજરકેદની જગ્યા બદલવામાં આવી
આઠ મહિનામાં ચાર વખત મહેબૂબાની નજરકેદની જગ્યા બદલવામાં આવી હતી. સૌથી પહેલા તેમણે શ્રીનગરના હરિ નિવાસ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. બીજી વખત તેમને ચશ્મા શાહી વિસ્તારમાં પર્યટન વિભાગના ગેસ્ટ હાઉસ મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદથી તેમણે શ્રીનગરના ટ્રાન્સપોર્ટ યાર્ડના સરકારી ક્વાર્ટરમાં રાખવામાં આવ્યા હતા. ચોથી વખત તેમને હંગામી જેલથી અન્ય સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

ફારુક અને ઉમર અબ્દુલ્લા મુક્ત થઈ ચુક્યા છે
મહેબૂબા જમ્મુ-કાશ્મીરની એકમાત્રી મોટી નેતા હતી, જેને નજરકેદ રાખવામાં આવી હતી. તેમની સાથે ભૂતપુર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા તથા ઉમર અબ્દુલ્લાને પણ મુક્ત કરવામાં આવ્યા છે. ફારુકને 15 માર્ચને મુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે ઉમર તેને 10 દિવસ બાદ 25 માર્ચના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post