• Home
  • News
  • અમેરિકામાં રેકોર્ડ ડેથ, એક દિવસમાં 2957 લોકોના મૃત્યુ; ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડનું સંક્રમણથી નિધન
post

અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.43 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 2.79 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 12:19:51

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.48 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 49 લાખથી વધુ લોકો સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 14 લાખ 98 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકામાં એપ્રિલ પછી વધુ એક વખત એક દિવસમાં 2957 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિઅસ્ટેંગનું સંક્રમણથી નિધન થઈ ગયું છે. તેઓ 94 વર્ષના હતા. ઈન્ટરપોલે તમામ દેશોને ચેતવણી આપી છે. તેમાં નકલી વેક્સિનથી પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ન રહ્યાં
ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડિએસ્ટેંગનું કોરોનાવાઈરસથી સંક્રમિત થયા પછી નિધન થયું છે. 94 વર્ષના વેલેરી યુરોપીય દેશોને એક કરવા માટે જાણીતા છે.

અમેરિકામાં એપ્રિલ પછી એક દિવસમાં સૌથી વધુ મોત
અમેરિકામાં બુધવારે સંક્રમણથી 2 હજાર 957 લોકોના મોત થયા છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા મુજબ તે 15 એપ્રિલ પછી એક જ દિવસમાં થનાર સૌથી વધુ મૃત્યુ છે. 15 એપ્રિલે એક દિવસમાં કુલ 2 હજાર 607 લોકોના મોત થયા હતા.

ઈન્ટરપોલની ચેતવણી
ઈન્ટરપોલે બુધવારે રાતે એક ગ્લોબલ એલર્ટ બહાર પાડી છે. તેમાં તમામ દેશોને કહેવામાં આવ્યું છે કે કોવિડ-19ના સમયમાં કેટલાક લોકો સંગઠિત અપરાધમાં સામેલ થઈ રહ્યા છે અને તેઓ નકલી કોરોના વેક્સીન સપ્લાઈ કરી શકે છે. પેરિસ મુખ્યાલયમાંથી બહાર પાડવામાં આવેલી એજન્સીએ કહ્યું કે તેણે આ અંગે 194 દેશોનો એલર્ટ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લોકો સુધી નકલી વેક્સિન ન પહોંચે તેની તકેદારી રાખવામાં આવે.

બ્રાઝીલની તૈયારી
બ્રાઝીલ કોવિડ-19ને રોકવા માટે કોવિડ વેક્સિનના ઈમરજન્સી યુઝને મંજૂરી આપે તેવી શકયતા છે. દેશના હેલ્થ રેગ્યુલેટર અનવિસાએ બુધવારે આ માહિતી આપી છે. અનવિસાએ કહ્યું કે તે આ અંગે તમામ સરકારી એજન્સીઓ અને હેલ્થ મિનિસ્ટ્રીના સંપર્કમાં છે. એજન્સીએ કહ્યું- અમે હાલ તમામ કેસ પર નજર રાખી રહ્યાં છે અને અમારા ત્યાં વેક્સિનની ટ્રાયલ્સ પણ અંતિમ તબક્કામાં છે. જોકે અમારી પાસે અત્યાર સુધીમાં એપ્રુવલની કોઈ અરજી આવી નથી.

એસ્ટ્રાજેનિકા, જોનસન એન્ડ જોનસન, ફાઈઝર અને સાઈનોવેક કંપનીઓ બ્રાઝીલમાં ફેઝ-3 ટ્રાયલ્સ કરી રહી છે. આ દરમિયાન બ્રાઝીલની હેલ્થ મિનિસ્ટ્રીએ એ પણ કહ્યું છે કે તેઓ વેક્સિનેશન માટે સ્ટ્રેટેજી તૈયા કરી રહ્યાં છે. તે સૌથી પહેલા હેલ્થ વર્કર અને 75 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post