• Home
  • News
  • પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ:ઈસ્લામાબાદ હાઇકોર્ટ બહારથી રેન્જર્સ ધક્કા મારીને લઈ ગયા, ઈમરાન સમર્થકોએ તોફાનો શરૂ કર્યા
post

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે ખાનની ધરપકડ બાદ પોતાના સત્તાવાર એકાઉન્ટ પરથી આ વીડિયો પોસ્ટ કર્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-09 17:24:13

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ તેમને પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી છે. ઈસ્લામાબાદની કોર્ટમાં હાજર થયા હતા. ત્યાંથી બહાર નીકળતાં જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ આરોપ લગાવ્યો છે કે ઈમરાન સાથે મારપીટ કરવામાં આવી રહી છે. પાર્ટીએ ઈમરાનના વકીલનો લોહીથી લથપથ વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

ઇમરાનની ધરપકડ એવા સમયે થઈ, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ધરપકડ બાદ તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. ઈમરાનના વકીલ ફૈઝલ ચૌધરીએ ધરપકડની પુષ્ટિ કરી છે. ખાનની પાર્ટીના નેતા મસર્રત ચૌધરીએ કહ્યું હતું- મારી સામે ખાન સાહેબને જબરદસ્ત ટોર્ચર કરવામાં આવ્યા હતા. મને ભય છે કે તેમની હત્યા થઈ શકે છે.

અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરી
અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. આ યુનિવર્સિટી સંબંધિત બાબત છે. ઈમરાને વડાપ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે રીતે આપી હતી. આ કેસનો ઘટસ્ફોટ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝે કર્યો હતો.

તેણે આરોપ લગાવ્યો હતો કે ઈમરાન અને તેમની પત્નીએ ધરપકડની બીક બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. બાદમાં રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો લીક થયો હતો, જેમાં રિયાઝની પુત્રીનું કહેવું છે કે ઈમરાનની પત્ની બુશરા બીબી સતત તેમની પાસે પાંચ કેરેટની હીરાની વીંટી માગી રહ્યાં છે. આના પર રિયાઝ કહે છે કે જો તે બધું કરી દે છે તો તેમને પાંચ કેરેટની વીંટી આપી દો.

ખાસ વાત એ છે કે અલ કાદિર યુનિવર્સિટીમાં માત્ર બે ટ્રસ્ટી છે. ઈમરાન અને તેની પત્ની બુશરા. લગભગ 90 કરોડની આ યુનિવર્સિટીમાં 6 વર્ષમાં માત્ર 32 વિદ્યાર્થીઓને એડમિશન થયું. ખાન વિરુદ્ધ કુલ મળીને 108 કેસ છે. તેમાંથી 4 એવા છે, જેમાં તેની ધરપકડ નિશ્ચિત છે. આ જ કારણ છે કે ખાન આમાંથી કોઈપણ કેસમાં કોર્ટમાં હાજર થતા નહોતા.

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પૂછ્યું- શા માટે ધરપકડ કરવામાં આવી અને કયા કેસમાં?
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ગૃહ મંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડાને ધરપકડ બાદ 15 મિનિટમાં જ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ફારુકે કહ્યું કે જો પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો અમે પાકિસ્તાનના વડાપ્રધાનને અહીં બોલાવીશું. આ લોકોએ કોર્ટમાં આવીને જણાવવું જોઈએ કે કયા કેસમાં અને શા માટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી?

 

adv

Related News

post
post
post
post
post
post
post