• Home
  • News
  • ટ્રમ્પ ચૂંટણી હાર્યા, સંબંધ દાવ પર:ટ્રમ્પના પૂર્વ સહાયકોનો દાવો- રાષ્ટ્રપતિ અને મેલાનિયા વચ્ચે બધું ઠીક નથી, તૂટી શકે છે લગ્ન સબંધ
post

ટ્રમ્પ અને મેલાનિયાના 2005માં લગ્ન થયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 10:17:02

અમેરિકના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ ચૂકી છે. જોકે તેઓ આ વાતને સ્વીકારવા માટે તૈયાર નથી. હવે વ્હાઇટ હાઉસમાંથી તેમનો પરિવાર તૂટવાની ખબર આવી રહી છે. ટ્રમ્પના સહાયકો દાવો કરી રહ્યા છે કે મેલાનિયાથી તેમના લગ્ન સંબંધ તૂટી શકે છે.

ભૂતપૂર્વ સહાયક સ્ટેફની વોલ્કોફે દાવો કર્યો છે કે મેલાનિયા લગ્ન સંબંધ તૂટવા પછીની સમજૂતી પર વાતચીત કરી રહ્યા હતા, જેથી તેમના પુત્ર બેરનને ટ્રમ્પની સંપત્તિમાથી બરબરનો ભાગ મળી શકે. વોલ્કોક એમ પણ કહે છે કે વ્હાઇટ હાઉસમાં મેલાનિયા અને ટ્રમ્પનો બેડરૂમ અલગ-અલગ હતા. બંને વચ્ચેનો સંબંધ ફ્ક્ત નામનો જ હતો.

એક અન્ય પૂર્વ સહાયક ઓમારોસા મેનીગોલ્ટના જણાવ્યા પ્રમાણે, 'ટ્રમ્પ-મેલાનિયાના 15 વર્ષ જૂના લગ્ન સબંધ પૂર્ણ થઈ ચૂક્યા છે. મેલાનિયા એક-એક મિનિટ ગણી રહી છે કે ક્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિપદથી દૂર થાય અને તે તેને તલાક આપે. જો ટ્રમ્પના પદ પર રહેવા દરમિયાન મેલાનિયા તેનાથી જુદી થાય છે તો રાષ્ટ્રપતિ તેને સજા આપવાનો રસ્તો કાઢી શકે છે.'

2016માં ટ્રમ્પની જીત પર રડી હતી
2016
માં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર મેલાનિયા ખૂબ રડી હતી. મેલાનિયાએ તેમના એક ફ્રેન્ડને કહ્યું હતું કે મેં ટ્રમ્પના જીતવાની ક્યારેય આશા કરી હતી જ નહીં. એટલું જ નહીં, મેલાનિયાએ 2016માં ન્યૂયોર્કથી વોશિંગ્ટન જવા માટે 5 મહિના રાહ જોઈ હતી. આ માટે બેરને શાળા પૂર્ણ થવાની દલીલ કરી હતી. ક્યારેક મોડેલ રહેલી મેલાનિયા સ્લોવેનિયાઈ મૂળની છે. તેમણે 2005માં ટ્રમ્પ સાથે લગ્ન કર્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post