• Home
  • News
  • રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મફત 'ડિટર્જન્ટ' વહેંચવામાં આવ્યું, કેન્ડી સમજીને ખાઈ જતાં 3 લોકો હોસ્પિટલ ભેગાં
post

સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-10 15:03:35

તાઈવાનમાંથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે જ આ કિસ્સો લોકોને સાવધાન કરનારો પણ છે. આ ઘટના પરથી એ શીખ પણ મળી છે કે, એક નાની ભૂલ કઈ રીતે જીવનું જોખમ ઊભુ કરી શકે છે. તાઈવાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 3 લોકોએ ભૂલથી કપડા ધોવાનું 'ડિટર્જન્ટ' ખાઈ જતા તેમને હોસ્પિટલ ભેગાં થવું પડ્યુ છે. સમયસર સારવાર મળી જતા તેમનો જીવ બચી ગયો છે. મીડિયા અહેવાલ પ્રમાણે ત્યાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં કપડા ધોવાનું 'ડિટર્જન્ટ' વહેંચવામાં આવ્યુ હતું. તેને મફતમાં વહેંચવામાં આવી રહ્યુ હતું. ત્યારે લોકો તેને કેન્ડી સમજીને ખાઈ ગયા હતા.

 

પીડીતોમાંથી એક વ્યક્તિએ જણાવ્યું કે, તેણે 'ડિટર્જન્ટ'ને કેન્ડી સમજીને ખાઈ લીધુ હતું. અને આવું ત્યારે બન્યુ જ્યારે 'ડિટર્જન્ટ'ના પેકેટ પર સ્પષ્ટ લખ્યું હતું કે, આ કપડા ધોવા માટે છે. પેકેટ પર લખ્યુ હતું કે, દરેક પેકેટ 8 કિલોગ્રામ સુધી કપડા ધોઈ શકે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન એક રાષ્ટ્રવાદી અભિયાન કાર્યાલયે લગભગ 460,000નું વિતરણ કર્યું હતું.

કાર્યાલય પ્રમુખે માંગી માફી

આ ઘટના બાદ મધ્ય તાઈવાનમાં કાર્યાલયના પ્રમુખે માફી માંગી છે. કાર્યાલય પ્રમુખે કહ્યું કે, ઘરે-ઘરે ગયા બાદ અમે આ પ્રકારની સામગ્રી લોકોને નહીં વહેંચીશું. અમે લોકોને એ પણ જણાવીશું કે, આ કેન્ડી નથી પરંતુ કપડા ધોવાનું 'ડિટર્જન્ટ' છે.

બે લોકોને હોસ્પિટલમાંથી મળી રજા

હોસ્પિટલમાં દાખલ બે લોકો વૃદ્ધ છે. તેમાંથી એક પુરુષની ઉંમર 80 વર્ષ છે અને વૃદ્ધ મહિલાની ઉંમર 86 વર્ષ છે. બંનેને સારવાર દરમિયાન પેટ સાફ કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post