• Home
  • News
  • G-20 દેશ 5 લાખ કરોડ ડોલરનું રોકાણ કરશે, મોદીએ કહ્યું- વિશ્વ આર્થિક લક્ષ્યાંકો પર નહીં, માનવતા પર ધ્યાન કેન્દ્રીત કરે
post

કોરોના મુદ્દે જી-20 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોની વિડિયો કોન્ફરન્સિંગ મારફતે બેઠક યોજાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-27 08:55:04

નવી દિલ્હીઃ કોરોના વાઈરસની મહામારીની સ્થિતિ વચ્ચે ગુરુવારે જી-20 દેશના રાષ્ટ્ર અધ્યક્ષોને વીડિયો કોન્ફ્રરન્સિંગ મારફતે બેઠક યોજાઈ હતી. આ સમિટમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કોરોના સંકટ સામે લડવા માટે જી-20 દેશ વૈશ્વિક અર્થતંત્રમાં 5 લાખ કરોડનું રોકાણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 દેશના નેતાઓ સાથે વિડિયો કોન્ફરન્સિગ મારફતે વાતચીત કરી હતી. તેમણે કહ્યું- કોવિડ 19એ આપણને સૌને એક તક આપી છે, જેમાં આપણે ગ્લોબલાઈઝેશનના નવા કન્સેપ્ટ તરફ જોઈ શકાય છે. આપણે માનવતા, જળવાયુ પરિવર્તન અને આતંકવાદ ઉપરાંત આર્થિક બાબતો અંગે પણ વિચાર કરી શકીએ છીએ. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જી-20 દેશના નેતાઓ સાથે કોરોના વાઈરસના વધતા જોખમથી લોકોને બચાવવા માટે સહિયારી યોજનાઓ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે એવી યોજના તૈયાર કરવામાં આવે કે જેથી સમાજમાં આર્થિક રીતે નબળા લોકોને અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને મજબૂત કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.

પડકારોનો સામનો કરવાના મુદ્દે ચર્ચા થઈ- સૂત્રો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સંમિટમાં ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જી 20 વર્ચ્યુઅલ સમિટમાં કોરોના વાઈરસના ઉદભવ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. ચર્ચાનું સંપૂર્ણ કેન્દ્ર આવનારા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે હતું. આ બેઠક દરમિયાન એવી કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી કે જેમા વાઈરસ ફેલાવવા માટે કોઈને દોષિત સાબિત કરવામાં આવે.

જી-20 વર્ચ્યુઅલ કોન્ફરન્સનું સૂચન મોદીએ આપ્યું 

જી-20 વર્ચ્યુઅલ કોન્ફરન્સને લગતુ સૂચન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. જેમાં વર્તમાન રાષ્ટ્ર અધ્યક્ષોમાં સાઉદી અરબના કિંગ મોહમ્મદ બિન સલમાને આ સૂચનનો સ્વીકાર કર્યો હતો. સાઉદી અરબે જ સમિટની અધ્યક્ષતા કરી છે. બુધવારે મોદીએ ટ્વિટ કર્યું હતું કે કોરોના વાઈરસનો સામનો કરવામાં જી-20ની ભૂમિકા ઘણી મહત્વની છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post