• Home
  • News
  • 'ગદર 2' બોલીવૂડ ફિલ્મોની ટોપ લીગમાં સામેલ, બાહુબલી-2 અને KGF-2 કરતા ઓછા દિવસોમાં કમાયા 300 કરોડ
post

'ગદર 2' એ પહેલા અઠવાડિયામાં જ 284 કરોડ રૂપિયા કરતાં વધુનું કલેક્શન કર્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-19 19:52:34

સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'ની ધમાકેદાર કમાણી દ્વારા દરરોજ બોલીવૂડના કોઈને કોઈ રેકોર્ડ ધ્વસ્ત થઈ રહ્યા છે. ગયા શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કબજો જમાવી ચૂકી છે. પહેલા એક અઠવાડિયામાં ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. ફિલ્મની કમાણીમાં 8માં દિવસે બોક્સ ઓફિસ પર ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો હતો. આ જંપના કારણે માત્ર એક મોટું લેન્ડમાર્ક જ પાર ન થયું , પરંતુ એટલી ઝડપે પાર થયું કે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે.

'ગદર 2'ની કમાણીમાં ફરી ઉછાળો

'ગદર 2', જેણે પહેલા અઠવાડિયામાં જ 284 કરોડ રૂપિયા કરતાં વધુ કલેક્શન કર્યું હતું, તેણે બીજા અઠવાડિયાની શરૂઆત મજબૂત રીતે કરી હતી. બીજા શુક્રવારે ફિલ્મની કમાણીમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. મળેલા અહેવાલો સ્પષ્ટપણે જણાવે છે કે ફિલ્મે બીજા શુક્રવારે 20.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. હવે 8 દિવસમાં ફિલ્મનું કલેક્શન 305 કરોડને પાર કરી ગયું છે. 'ગદર 2' 20.5 કરોડની કમાણી સાથે તેના બીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે. અગાઉ 'બાહુબલી 2' એ તેના બીજા શુક્રવારે બોક્સ ઓફિસ પર 19.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના બીજા શુક્રવારે 19.15 કરોડ અને 'દંગલ'18.26 કરોડનું કલેક્શન કર્યું હતું. 

'ગદર 2' સૌથી ઝડપી 300 કરોડ નેટ ઈન્ડિયા કલેક્શન કરનારી ફિલ્મ 

'ગદર 2'એ જે ઝડપે બોક્સ ઓફિસ પર 300 કરોડનો આંકડો પાર કર્યો છે તે પોતાનામાં એક અજાયબી છે. સનીની આ ફિલ્મ હવે સૌથી ઝડપી 300 કરોડ નેટ ઈન્ડિયા કલેક્શન કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે. અત્યાર સુધી શાહરૂખ ખાનની 'પઠાન' સૌથી ઝડપી 300 કરોડની કમાણી કરનારી હિન્દી ફિલ્મ છે. તેણે માત્ર 7 દિવસમાં આ કારનામું કર્યું હતું. તેના પછી 'ગદર 2' આવે છે જેણે હવે 8 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. જયારે બાહુબલી-2 અને KFGને આ આંકડો પાર કરવામાં 10 અને 11 દિવસનો સમય લાગ્યો હતો.

બોલીવૂડની ટોપ લીગમાં સામેલ

'ગદર 2' માત્ર 8 દિવસમાં બોલીવૂડની ટોપ લીગમાં સામેલ થઈ ગઈ છે. તે ઈન્ડસ્ટ્રીમાં બનેલી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં 8મા નંબરે આવી ગઈ છે. 'ગદર 2' એ રણવીર સિંહ-દીપિકા પાદુકોણની 'પદ્માવત' અને સલમાન ખાનની 'સુલતાન' જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. 'ગદર 2'ની એન્ટ્રી પછી હવે બોલીવૂડની ટોપ-10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મો નીચે મુજબ છે: 

1. પઠાન - 543 કરોડ રૂપિયા

2. દંગલ - 387 કરોડ રૂપિયા

3. સંજુ - 342 કરોડ રૂપિયા

4. પીકે- 340 કરોડ રૂપિયા

5. ટાઇગર ઝિંદા હૈ - 339 કરોડ રૂપિયા

6. બજરંગી ભાઈજાન - 320 કરોડ રૂપિયા 

7. વોર - 318 કરોડ રૂપિયા

8. ગદર 2 - 303 કરોડ રૂપિયા*

9. પદ્માવત - 302 કરોડ રૂપિયા

10. સુલતાન - 300 કરોડ રૂપિયા

 

adv

Related News

post
post
post
post
post
post
post