• Home
  • News
  • Gadar 2ના કલેક્શને બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, ફિલ્મની 400 કરોડના ક્લબમાં એન્ટ્રી
post

આ ફિલ્મે 11માં દિવસે 13.50 કરોડનો બિઝનેસ કર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-22 16:46:31

નવી દિલ્હી: સની દેઓલની ફિલ્મ 'ગદર 2' રોજ નવો રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મ 12 દિવસમાં બંપર કમાણી કરીને વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંથી એક બની ગઈ છે. 'ગદર 2'માં સની દેઓલની સાથે અમીષા પટેલ લીડ રોલમાં છે. આ બંનેની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. 'ગદર 2'12માં દિવસે એક મોટો રેકોર્ડ તોડ્યો છે અને આ ફિલ્મ 400 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 400 કરોડના ક્લબમાં એન્ટ્રી કરતાની સાથે જ ચાહકોની અપેક્ષા વધી ગઈ છે કે, તે હવે ટૂંક સમયમાં 500 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. 

'ગદર 2'ની વાત કરીએ તો તે વર્ષ 2001માં આવેલી ગદરની સીક્વલ છે. આ ફિલ્મના પ્રથમ પાર્ટને જેટલો પ્રેમ મળ્યો હતો તેના કરતા પણ વધુ પ્રેમ લોકો ફિલ્મની સીક્વલને આપી રહ્યા છે.

400 કરોડના ક્લબમાં થઈ એન્ટ્રી

'ગદર 2'12માં દિવસે શાનદાર કલેક્શન કર્યું છે. ફિલ્મે 12માં દિવસે 11 કરોડનું કલેક્શન કરીને 400 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી દીધી છે. આ ફિલ્મે 11માં દિવસે 13.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. 

2 અઠવાડિયામાં તાબડતોડ કમાણી

'ગદર 2'ના કલેક્શનની વાત કરીએ તો તેણે ઓપનિંગ ડે પર શાનદાર કમાણી કરી હતી. ફિલ્મે ઓપનિંગ ડે પર 40 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ આ કલેક્શન વધતું જ ગયું. ફિલ્મે પ્રથમ વીકેન્ડ સુધી 134 કરોડનું કલેક્શન કરી લીધુ હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post