• Home
  • News
  • પોલીસ તપાસ સમયે અપાતા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ મુદ્દે ટ્રમ્પનું 'નરોવા-કુંજરવા'
post

આ તોફાનો બાદ હવે અમેરિકામાં પોલીસ તપાસ દરમિયાન અપાતા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ મુકવા માટેની વિચારણા ચાલી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 10:20:09

શિકાગોથી નિરવ ગોવાણીનો અહેવાલ

શિકાગો : અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ રંગભેદની નિતીના મુદ્દે તોફાનો ફાટી નિકળ્યા હતા. જો કે હાલ તો તોફાનો શાંત થઇ ચુક્યા છે. પરંતુ અમેરિકન સરકાર દ્વારા પોલીસ તપાસ દરમિયાન અપાતા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ લાવવાનો કાયદો લાગુ કરવા જઇ રહી છે.

અમેરિકામાં જે રીતે ગત 25મી મે ના રોજ મીનેશોટ્ટામાં એક સફેદ પોલીસ અધીકારી દ્વારા એક કાળા વ્યક્તિને તપાસ દરમિયાન ગળાના ભાગે ચોક આપીને 8 મીનીટ સુધી ટોર્ચર કરવામાં આવતા તેનુ મૃત્યુ થયુ હતુ. જેના પગલે અમેરિકામાં ભારે તોફાનો ફાટી નિકળ્યા હતા. આ તોફાનો બાદ હવે અમેરિકામાં પોલીસ તપાસ દરમિયાન અપાતા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ મુકવા માટેની વિચારણા ચાલી રહી છે. અને આ મુદ્દે અમેરિકન સેનેટ 2020 ના કાયદામાં ફેરબદલ કરશે. જો કે, આ મુદ્દે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નરોવા-કુંજરવા જેવો જવાબ આપવામાં આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, અમેરિકન પોલીસ દ્વારા તપાસ સમયે અપાતા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ મુકવાના કાયદા મામલે એવુ આ કાયદાની જરૂર છે. અને તેને લાગુ કરવામાં આવે તો ઘણુ શારૂ છે. પરંતુ સાથે-સાથે એવુ પણ જણાવ્યુ કે, કેટલાક કિસ્સામાં પોલીસ અધીકારી દ્વારા આ ચોક-હોલ્ડ આપવો જરૂરી પણ બનતો હોય છે.

જે રીતે અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડની પોલીસ કસ્ટડીમાં મોત થઇ, અને ત્યાર બાદ સમગ્ર દેશમાં એક સપ્તાહ સુધી ભંયકર તોફાનો ફાટી નિકળ્યા હતા. અને અગાઉ પણ અમેરિકામાં સંખ્યાબંધ વાર પોલીસ કસ્ટડીમાં આરોપીના આ પ્રકારે ચોક-હોલ્ડ દ્વારા મૃત્યુ થયા છે. ત્યારે અમેરિકામાં આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ સમયે ચોક-હોલ્ડ આપવાની પ્રથા પર પ્રતીબંધ લગાવવામાં આવે, તે જરૂરી છે. જો કે, હવે જોવાનું એ રહ્યુ કે અમેરિકન સેનેટ દ્વારા ચોક-હોલ્ડ પર પ્રતીબંધ લગાવવામાં આવે છે કે નહીં.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post