• Home
  • News
  • જર્મનીની શુઝ બ્રાન્ડ Von Wellxએ ચીનને આપ્યો જાકારો, આગ્રામાં શરૂ કરશે પ્રોડક્શન યુનિટ
post

કંપની પ્રાથમિક તબક્કે દેશમાં 110 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:43:33

લખનઉ: કોરોનાનો વિશ્વમાં ફેલાવો થયા પછી ચીન પ્રત્યેનો વિવિધ દેશોનો અણગમો વધ્યો છે ત્યારે જર્મનની ફુટવેટ બ્રાન્ડ વોન વેલેક્સે તેના ચીન ખાતેના પ્રોડક્શન યુનિટ્સને ઉતર પ્રદેશના આગ્રામાં ખસેડવાનો નિર્ણય કર્યો છે. આ માટે કંપની દ્વારા પ્રાથમિક તબક્કે દેશમાં 110 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવશે. 

કંપની વર્ષમાં 3 મિલિયન પગરખાનું ઉત્પાદન કરે છે

કંપની દ્વારા હાલ વર્ષ દરમિયાન 3 મિલિયન પગરખાનું ઉત્પાદન કરવામાં આવે છે. આ અંગે એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગ્રામાં આટલી જ કેપેસિટી ધરાવતું યુનિટ વોન વેલેક્સ અને ઈટેરીક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરવામાં આવશે. વોન વેલેક્સ બ્રાન્ડ વર્ષ 2019થી ભારતમાં ઉપલબ્ધ છે. હાલ ઈટારીક ઈન્ડસ્ટ્રીઝ કાસા ઈવરઝ કેમઝ માટે 5 લાખ જોડી પ્રોડક્શન કરવાની ક્ષમતા ધરાવે છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ કંપની અગામી બે વર્ષમાં અહીં ફુલ પ્રોડક્શન કરવાની ક્ષમતા ધરાવતું યુનિટ સ્થાપશે. તેને માટે પ્રથમ તબક્કામાં 110 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 

બીજા તબક્કામાં એનસિલરી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપશે

એક અધિકારીના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં કંપની ભારતમાં એનસિલરી ઈન્ડસ્ટ્રીઝ સ્થાપશે. જેથી કરી કરીને સોલ, સ્પેશિયલ ફેબરિક્સ અને કેમિકલ સહિતનું મેન્યુફેકચરિંગ ભારતમાં જ કરી શકાય. હાલ આ તમામ વસ્તુઓનું મેન્યુફેકચરિંગ દેશમાં કરવામાં આવતું નથી.

ઉતર પ્રદેશ ફુટવેર કંપનીને પુરુ પાડશે યોગ્ય પ્લેટફોર્મ

ઉતર પ્રદેશમાં કંપનીને જોઈતી લગભગ તમામ સુવિધાઓ મળી રહેશે. અહીં લેબર, રો-મટિરિયલ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની સગવડો કંપનીને સરળતાથી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે આગ્રા દેશનું જાણીતું લેધર હબ છે. તેના કારણે ફુટવેર કંપનીને અહીં સારી સુવિધા ઓછા ખર્ચે પ્રાપ્ત થશે. ઉલ્લેનીય છે કે ઉતર પ્રદેશ સરકારે વિદેશી કંપનીઓને હાલ રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવા માટે એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવી છે. જેથી કરીને ચાઈનમાંથી અન્ય દેશોમાં પ્રોડક્શન યુનિટ્સ સ્થાપવા માંગતી કંપનીઓને ઝડપથી પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવી શકય.

વિવિધ કંપનીઓનો ચીન માટેનો અણગમો વધ્યો

કોરોના વિશ્વમાં ફેલાયા પછી હાલ વિવિધ દેશોની કંપનીઓનો ચીન પ્રત્યેનો અણગમો વધ્યો છે. તેના પરિણામરૂપે કેટલીક કંપનીઓ તેમના યુનિટ્સને બીજો દેશોમાં ખસેડવાનું વિચારી રહી છે, તેનો ફાયદો ભારત સહિત વિશ્વના વિવિધ દેશોને અગામી સમયમાં મળશે. ઉલ્લેખનીય છે કે જાપાને તો ચીનમાં સ્થિત જાપાનની કંપનીઓને અન્ય દેશોમાં ખસેડવા માટે આર્થિક પેકેજ પણ જાહેર કર્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post